મોદી જેનું ઉદઘાટન કરવાના છે તે હોસ્પિટલની નિમંત્રણ પત્રિકામાં ગુજરાત સરકારના ક્યા પાટીદાર નેતાનું નામ જ નથી?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Jan 2019 10:48 AM (IST)
1
નોંધનીય છે કે, છેલ્લા ઘણાં સમયથી નીતિન પટેલને ભાજપમાંથી અને સરકારની અનેક કામગીરીમાંથી કટ ટૂ સાઈઝ કરવામાં આવી રહ્યા છે. નીતિન પટેલને પાટીદાર અનામત આંદોલન નડયું લાગે છે અગાઉ પણ પાટીદારોએ શરૂ કરેલ અનામત આંદોલનને કારણે આનંદીબેને પણ મુખ્યમંત્રી પદ પરથી દૂર થવું પડ્યું હતું.
2
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત નવી વીએસ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે લોકોને આપવામાં આવેલ નિમંત્રણ કાર્ડમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નામ ન છપાતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
3
અમદાવાદઃ પીએમ નરેન્દ્ર મોદી આજતી ત્રણ દિવસના પ્રવાસે ગુજરાત આવી રહ્યા છે. આ ત્રણ દિવસના પ્રથમ દિવસે એટલે કે આજે 17 જાન્યુઆરીના રોજ તેઓ અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે.