અમદાવાદઃ ભાજપના ક્યા ધારાસભ્યનો હેલ્મેટ વિના એક્ટિવા પર ફરતા હોવાનો વીડિયો વાયરલ થતાં ડરીને સામેથી ભરી દીધો દંડ?
ટ્રાફિક એસીપી દીપક વ્યાસે જણાવ્યું હતું કે, સરકારી વાહનો પણ નિયમનો ભંગ કરશે તો ચલાવી લેવામાં આવશે નહીં. જેથી એએમટીએસના ડ્રાઇવરો નિયમોનું પાલન નથી કરતા તે અંગે કોર્પોરેશનને પત્ર લખી નિયમોનું પાલન કરવા જાણ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે આ દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા હતા, જેથી ધારાસભ્યએ આવીને 100 રૂપિયાનો દંડ પણ ભર્યો હતો. દાણલીમડા વિસ્તારમાં BRTS ટ્રેકમાં વાહન ચલાવતા વાહનચાલકોને દંડ ફટકાર્યો હતો.
અમદાવાદ એલિસબ્રીજના ધારાસભ્ય રાકેશ શાહ માણેકબાગમાં એક્ટિવા પર હેલ્મેટ પહેર્યા વગર અમદાવાદના રસ્તા પર નિકળ્યા હતા. ત્યારે પોલીસની નજરે આવતાં તેઓ એક્ટિવા લઈને ત્યાથી રફુ ચક્કર થઈ ગયા હતા.
પોલીસે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનાર ભારતીય જનત પાર્ટીના નેતા અને એલિસબ્રીજના ધારાસભ્ય રાકેશ શાહને પણ જાહેરમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડ ફટકાર્યો હતો.
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ પોલીસ ટ્રાફિક નિયમોને લઈને સખત કાર્યવાહી શરૂ કરી દીધી છે. ટ્રાફિકના નિયનોનો ભંગ કરનાર વ્યક્તિને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. પોલીસની આ કાર્યવાહીથી સામાન્ય લોકો પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માંડ્યા છે. જ્યારે બીજી તરફ ભાજપ સરકારના ધારાસભ્યો કાયદાનો ભંગ કરતા જોવા મળ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -