મૉડેલિંગમાં કંઇ નહીં મળે મારી સાથે શારીરિક સંબંધ રાખ તો પૈસા મળશે, કહીને યુવકે રાણીપમાં મૉડલની કરી છેડતી
આ બિભત્સ માગણીથી હેતબાઇ ગયેલી પીડિતા મૉડલ સગીરાએ નજીકના રાણીપ પોલીસ સ્ટેશનમાં બિભત્સ માગણી કરનાર અર્પિત મહેતા નામના શખ્સ સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના રાણીપ વિસ્તરમાં એક મૉડલ પીડિતા સગીરા મૉડ઼ેલિંગ માટે રૉયલ નાઇટ નામની હોટલમાં ઓડિશન આપવા ગઇ હતી, જ્યાં ઓડિશન દરમિયાન અર્પિત મહેતા નામના યુવાને પીડિતા પાસે બિભસ્ત માંગણી કરી હતી. અર્પિતે પીડિતાને કહ્યું કે, મૉડલિંગના ધંધામાં ધંધામાં કમાણી નથી, જો તારે કમાવવું હોય તો શારીરિક સંબંધો રાખ તો તને વધુ ઇનકમ મળશે.
અમદાવાદઃ શહેરમાં એક હોટલમાં મૉડલ સાથે છેડતી થયાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં સગીરા મૉડલ સાથે એક શખ્સે બિભત્સ માગતી કરતાં રણીપ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે, જોકે હજુ સુધી વધુ માહિતી મળી શકી નથી કે મૉડલ સગીરા કોણ છે અને કયા કારણોસર આ ઘટના બની હતી.