અમદાવાદઃ યુવકને અશ્લીલ ફોટા-મેસેજ મોકલનારી યુવતી નિકળી, કેમ મોકલતી તે કારણ જાણશો તો ચોંકી જશો
પી.આઈ બારડના જણાવ્યું હતું, 23 વર્ષની આ યુવતી કાયદાનો અભ્યાસ કરે છે. 2013માં તે મોહિત છાબરા સાથે કોલેજમાં ભણતી હતી ત્યારથી તેમની વચ્ચે મિત્રતા હતી. 2016 સુધી તેમની વચ્ચે મિત્રતા રહી હતી. ત્યાર બાદ કોઈ કારણસર મિત્રતા તુટી જતાં યુવતીએ મોહિતને હેરાન કરવા માટે બિભત્સ ફોટા અને મેસેજ મોકલ્યા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે યુવતીનો મોબાઈલ કબજે કરીને ડેટાને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યુવતી અને યુવક વચ્ચે બ્રેકઅપ થયેલું હતું. યુવતી એ છતાં યુવકને અશ્લીલ ફોટા અને મેસેજ મોકલતી હતી કે જેથી કોઈને લાગે કે બંને વચ્ચે રીલેશન્સ છે. કોઈ યુવકના મોબાઈલમાં આ ફોટા અને મેસેજ જુએ તો બંનેની નિકટતા છે એવું માની લે એટલા માટે યુવતી અશ્લીલ ફોટા અને મેસેજ મોકલતી હતી.
જેને આધારે સાયબર ક્રાઈમ સેલના પી.આઈ.વી.બી.બારડ અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસમાં મોહિતને બિભત્સ મેસેજ અને ફોટા મોકલનાર યુવતી હોવાનું જણાયું હતું. પોલીસે આ યુવતીની ધરપકડ કરીને પુછપરછ કરતા તેણે ફેક ઈમેલ આઈડી તથા ફેસબુક એકાઉન્ટથી મેસેજ અને ફોટા પોસ્ટ કર્યાં હોવાની કબુલાત કરી હતી.
પોલીસની માહિત પ્રમાણે, મોહીત નરેન્દ્રભાઈ છાબરાએ સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી કે કોઈ અજાણી વ્યક્તિ ફેસબુક અને જી-મેઈલના એકાઉન્ટ પરથી બિભત્સ મેસેજ અને ફોટોગ્રાફ મોકલીને પરેશાન કરે છે.
અમદાવાદ: મોટેભાગે યુવતી કે મહિલાને પરેશાન કરવા તેમને બિભત્સ મેસેજ અને ફોટા મોકલનારા યુવકો જ ઝડપાતા હોય છે. જોકે સાયબર ક્રાઈમ સેલએ એક યુવતીની ધરપકડ કરી છે જેણે મિત્રતા તુટી જતાં યુવકને હેરાન કરવા ફેસબુક પર ફેક પ્રોફાઈલ બનાવી બિભત્સ મેસેજ અને ફોટા મોકલ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -