અમદાવાદ-બોટાદ પેસેન્જર ટ્રેનના એન્જિનમાં લાગી આગ, ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Dec 2016 12:55 PM (IST)
1
2
3
4
5
અમદાવાદઃ આજે સવારે દસ વાગ્યે અમદાવાદ-બોટાદ પેસેન્જર ટ્રેનના એન્જિનમાં આગ લાગી હતી. ટ્રેનમાં આગ ધંધુકા અને તગડી સ્ટેશન વચ્ચે લાગી હતી. આ આગના સમાચાર મળતાં અત્યારે ધંધુકાથી બે ફાયર ફાયટર અને બરવાળાથી એક ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચ્યું છે. અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ આગામાં કોઈ જાનહાનિ થઈ નથી.