અમદાવાદઃ જીવરાજ પાર્કના રહેણાંક વિસ્તારમાં થર્મોકૉલના ગૉડાઉનમાં આગ લાગતા અફડાતફડી
આગની જ્વાળાની લપેટમાં આજુબાજુના મકાનો આવી જતાં તાત્કાલિક ધોરણે તંત્રની 5થી વધુ ફાયર ફાઇટરની ગાડીઓ બચાવ કામગીરીમાં લગાવવામાં આવી હતી. હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે અને પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્પંચના ગૉડાઉનમાં એકાએક આગ લાગવાથી આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં ફેલાતા એક ટ્યૂશન ક્લાસિસમાં 15 જેટલા વિદ્યાર્થીઓ પણ ફસાયા હતા, જોકે, તાત્કાલિક સ્થાનિકોની મદદથી બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
માહિતી પ્રમાણે, જીવરાજ પાર્કમાં આવેલા બજરંગ રૉ-હાઉસમાં આવેલા ગોડાઉનમાં આગ લાગી હતી, આ ગૉડાઉન સ્પંચનું હતુ. આગ કયા કારણોસર લાગી તેની માહિતી હજુ સુધી મળી શકી નથી.
અમદાવાદઃ શહેરના જીવરાજ પાર્કમાં સવારે આગ લાગવાની ઘટના બની હતી, આ આગ એક થર્મોકૉલના ગોડાઉનમાં લાગી હતી, જે વકરતા આજુબાજુના રહેણાંક વિસ્તારો સુધી ફેલાઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -