✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જસદણ પેટાચૂંટણી પહેલા ભાજપના કયા પૂર્વ MLAએ આપી દીધું રાજીનામું, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Nov 2018 02:41 PM (IST)
1

તેમણે વધુમાં કહ્યું હતું કે, સરકારમાં ખેડૂતો માટે રજૂઆતો કરી છે. પાંચ વર્ષ ધારાસભ્ય પદે 52 સંકલન મીટિંગમાં વારંવાર રજૂઆત કરી પણ કોઈ નિરાકરણ ન આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.

2

લાલજી મેરે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોવાની સ્પષ્ટતા કરી છે. બીજી તરફ, તેમણે ખેડૂતોના મુદ્દે ભાજપની જ સરકાર સામે આડકતરી રીતે સવાલો ઉઠાવ્યા હતા. લાલજી મેરે જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતો માટે કામ કરવાની વાત કરે છે પણ તેમની સ્થિતિ સારી નથી. ખેડૂતોને પાણી ન અપાતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ગુજરાતમાં મગફળીકાંડ સર્જાયો છે જ્યારે ખેડૂતોની મગફળી વેચાતી નથી.

3

રાજકોટ: જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પહેલાં ભાજપને મોટો ફટકો લાગ્યો હતો. પૂર્વ ધારાસભ્ય લાલજી મેરે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. લાલજી મેર કોળી સમાજના આગેવાન છે તેથી તેમના જવાથી ભાજપને ફટકો પડવાની સંભાવના છે. લાલજી મેર કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જસદણની પેટા ચૂંટમીમાં કોળી મતદારોનું પ્રભુત્વ વધારે છે ત્યારે કોળી નેતાની ભાજપમાંથી રાજીનામાંની ઘટના જસદણ બેઠકને પ્રભાવિત કરી શકે તેવું લાગી રહ્યું છે.

4

લાલજી મેરના રાજીનામાંથી અમદાવાદ જિલ્લા ભાજપને મોટો આંચકો લાગ્યો છે. લાલજી મેર ધંધુકાના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ 2012માં ધંધુકા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા. લાલજી મેર ભાજપ સાથે ઘણાં સમયથી છે. જેઓ સક્રિય કાર્યકર્તા છે. જેમના રાજીનામાંથી ભાજપને ફટકો પડે તેવી શક્યતા છે. જેઓ ગત વિધાનસભામાં પણ ઉમેદવારના દાવેદાર હતા પણ તેમને ટીકિટ મળી ન હતી.

  • હોમ
  • અમદાવાદ
  • જસદણ પેટાચૂંટણી પહેલા ભાજપના કયા પૂર્વ MLAએ આપી દીધું રાજીનામું, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.