આજથી હિંમતનગરના ગઢોડાથી અમદાવાદ સુધી પાટીદારો કેમ કાઢશે પદયાત્રા, જાણો વિગત
આ દરમિયાન પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભુમિકા ભજવનાર હિંમતનગર તાલુકાના ગઢોડા ગામના પાટીદારોએ હાર્દિકના સર્મથનમાં ગઢોડાથી અમદાવાદ સુધીની પદયાત્રાનું આયોજન કર્યું છે. જેમાં અન્ય ગામોના પાટીદારોને જોડાવા માટે આહ્વાન પણ કરવામાં આવ્યું છે. આ પદયાત્રામાં કિસાનોના દેવા માફી અંગે અન્ય પ્રજામાં જાગૃતી આવે તે આશયથી પદયાત્રાના રૂટ દરમિયાન પદયાત્રીઓ સુત્રોચ્ચાર પણ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગઢોડાથી નિકળનારી આ પદયાત્રામાં જોડાનાર લોકો માથે ટોપી પણ પહેરશે તથા આ પદયાત્રામાંમાં ઉમા તથા ખોડલનો રથ પણ સાથે રાખવામા આવશે. જોકે આ અંગે પદયાત્રાના આયોજકોએ પદયાત્રા કાઢવા માટે વહીવટી તંત્ર પાસે મંજુરી લીધી નથી તેથી પોલીસ અને વહીવટી તંત્ર આ બાબતે કેવી રૂખ અપનાવે છે તે જોવાનુ રહ્યું.
હિંમતનગર તાલુકા પાસના અગ્રણીના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ ખાતે પાટીદાર અનામત આંદોલનના ભાગરૂપે હાર્દિક પટેલ દ્વારા ઉપવાસ આંદોલનનો પ્રારંભ કરાયો છે ત્યારે તેના સર્મથનમાં થોડા દિવસ અગાઉ પ્રાંતિજ અને હિંમતનગર તાલુકાના પાટીદારોની વધુ વસ્તી ધરાવતા ગામોમાં પાટીદારોએ રામધુન તથા અન્ય કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા.
ત્યારે 2 સપ્ટેમ્બરને શિતળા સાતમના દીવસે હિંમતનગર તાલુકાના ગઢોડાથી અમદાવાદ સુધીની પદયાત્રાનું પાટીદારો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કિસાન દેવા માફીની માંગ સાથે સર્વ જ્ઞાતિના લોકોમાં ખોડલના રથ સાથે જશે. જોકે વચ્ચે એક રાત્રિ રોકાણ કરશે.
અમદાવાદ: ગુજરાતમાં ફરીથી પાટીદાર અનામત આંદોલનનો વધુ એક તબક્કો શરૂ થઈ રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ તેની અસરો શરૂ થઈ ગઈ છે ત્યારે વિવિધ જગ્યાએ રામધુન અને પ્રતિક ઉપવાસનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -