આગામી ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ધમધમાટ, કોને શું અપાઇ જવાબદારી? વાંચો આખું લિસ્ટ

કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા તરીકે અમીબેન યાજ્ઞિક, બદરુદ્દીન શેખ, જયરાજસિંહ પરમાર, કૈલાશ ગઢવી, રાજન પ્રિયદર્શી, પરાંજયાદિત્યાસિંહ પરમાર, નૈશત દેસાઇની નિમણૂંક કરવામાં આવી છે.
જ્યારે ગુજરાત કોંગ્રેસના મહામંત્રી તરીકે ડો. વિજય દવે, હિમાંશુ વ્યાસ, શશીકાંત પટેલ, મનુસિંહ પરમાર, ઇકબાલ શેખ, બ્રેજેશ મેરજા, પરિમલ સોલંકી, કનુભાઈ વાઘેલા, પ્રહલાદ પટેલ, બાબુભાઈ કાપડિયા, પી.કે.વાલેરા, માનસિંહ ડોડિયા, ગોપાલસિંહ રાઠોડ, અને દિલીપ પટેલની નિમણૂંક કરવામાં આવી છે.
ગુજરાત કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે સત્યજીત ગાયકવાડ, જગદીશ ઠાકોર, બાબુભાઈ માંગુકિયા, કાશ્મીરાબેન મુન્શી, પ્રવીણ રાઠોડ, વજીરખાન પઠાણ, પુનાજીભાઈ ગામીત, ભીખુભાઈ વરોતરિયા, ધીરુભાઈ ગજેરા અને જશોદાબેન પરમારની નિમણૂંક કરવામાં આવી છે.
અમદાવાદઃ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કામગીરીની વહેંચણી કરી દીધી છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આજે પત્રકાર પરિષદમાં નિમણૂંક અંગે જાહેરાત કરી હતી. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી 10 ઉપાધ્યક્ષ, 14 મહામંત્રી, 7 પ્રવક્તા નિમાયા છે. ચૂંટણીલક્ષી 5 સમિતિઓની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સાથે 63 મંત્રીઓ, 4 એક્ઝિક્યુટિવ સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. એટલું જ નહીં, 13 નવા શહેર-જિલ્લા પ્રમુખો નિમાયા છે. જે હાલના માળખામાં વધુ નિમણુંક કરાઈ છે.