Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
કિંજલ દવે સાથે લગ્નની વધુ ફેક તસવીરો આવી સામે, જુઓ કઇ રીતે બનાવાઇ હતી આ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકિંજલ દવેએ ફરિયાદ નોંધાવી હતી કે તેની કેટલીક તસવીરોને ફોટોશોપની મદદથી બનાવી સોશિયલ મીડિયા પર બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નિરજે તેની અન્ય તસવીરોને મોર્ફ કરીને કિંજલ દવેના ફોટો ફોટોશોપ કર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ મામલે અમદાવાદના રહેવાસી નિરજ મકવાણા નામના યુવકની ધરપકડ કરી છે. નિરજે પોતાના અને કિંજલ દવેના ફોટોને ફોટોશોપની મદદથી બનાવ્યા હતા અને કિંજલને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.
અમદાવાદઃ ગુજરાતી સોંગ ‘ચાર ચાર બંગડી’ની જાણીતી બનેલી ગાયિકા કિંજલ દવેના મોર્ફ કરેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયાની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે નિરજ મકવાણા નામના યુવકની પોલીસે ધરપકડ કરી છે. નિરજ મકવાણાનું ફેસબુક એકાઉન્ટ આ પ્રકારની મોર્ફ કરેલી તસવીરોથી ભરેલું પડ્યું છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પણ એક યુવકે કિંજલ દવેના ફોટોને એડિટ કરીને તેની બિભત્સ તસવીરો વાયરલ કરી હતી. આ અંગે કિંજલ દવેને જાણ થતા અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં તેને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ નોંધાવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ફોટો વાયરલ કરનારા નિરજ મકવાણા નામના યુવાનની ધરપકડ કરી છે. આ અંગે ક્રાઇમ બ્રાંચે યુવાન મનોવિકૃત હોવાનું જણાવ્યું છે. આરોપીએ આ તમામ ફોટા મોર્ફ કરીને પોતાના ફેસબુક પેજ સહિતના સોશિયલ મીડિયામાં વાઇરલ કરેલા છે.
એટલું જ નહીં નિરજે ફોટોશોપની મદદથી કિંજલ દવે સાથે પોતાની કેટલીક તસવીરો મોર્ફ કરી હતી અને કિંજલ દવે સાથે તેના લગ્ન થયા છે અને તે તેની પત્ની છે તેવું લખાણ પણ ફેસબુક પર લખ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -