✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ સગીરા સાથે એક રાતમાં આઠ લોકોએ પરાણે માણ્યું સેક્સ, આ પૈકી ચાર કઈ યુનિ.ના વિદ્યાર્થી? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Nov 2016 10:09 AM (IST)
1

અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારની એક સગીરા પર એક જ રાતમાં આઠવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવ્યો છે. ચાર કોલેજિયન યુવકો અને અન્ય ચાર શખ્સોએ એક જ રાતમાં સગીરા પર આઠ વાર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે આ સગીરાને ધોળકાના કડીકુંડ ગામમાંથી છૂટકારો કરાવ્યા પછી પૂછરપરછ કરતાં આ ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તે આ હવસખોરોની ચુંગાલમાં કેવી રીતે ફસાઇ તે અંગે સગીરાનું નિવેદન સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

2

આ કેસમાં હજુ અનેક મોટા ખુલાસા થાય તેવી પોલીસને લાગી રહ્યું છે. પોલીસને આ આંતરરાજ્ય સેક્સ રેકેટ હોવાની પણ આશંકા છે. પોલીસે આ ગુનામાં દલાલો સહિત 16 લોકો સામે ગુનો નોંધ્યો છે. તેમજ માતા-પિતા સહિત 9ની ધરપકડ કરી છે. ત્યારે એવું પણ જાણવા મળ્યું છે કે, દલાલો વોટ્સએપ મારફતે સેક્સ રેકેટ ચલાવતા હતા. મોબાઇલમાંથી અન્ય યુવતીઓના પણ ફોટા મળી આવ્યા છે.

3

ઝોન 7 ડીસીપી વિધિ ચૌધરી અને એસીપી કલ્પેશ ચાવડાની ટીમે ધોળકાના કડીકુંડ ગામમાંથી સગીરાનો છુટકારો કરાવ્યો હતો. આ સાથે સગીરા પર બળાત્કાર ગુજારનાર આઠ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી ચાર આરોપીઓ રાય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે.

4

આ મામલે ઝોન 7 ડીસીપી અને ટીમે તપાસ કરતા મોટો ઘસ્ફોટ થયો છે. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, સગીરા ગુમ થઈ નહોતી, પરંતુ તેના જ માતા-પિતા દ્વારા તેને દલાલ મારફતે દેહવ્યાપારના ધંધામાં ધકેલવામાં આવી હતી. આ ખુલાસો ખૂદ સગીરાએ કર્યો છે. એટલું જ નહીં, તેની સાવકી માતા પણ આ દેહવ્યાપારના ધંધામાં સંડોવાયેલી હોવાનો પણ તેને ખુલાસો કર્યો હતો.

5

નોંધનીય છે કે, આજથી ચાર મહિના પહેલા અમદાવાદના વાસણા વિસ્તારમાં સગીરા અને તેને પરિવાર રહેવા માટે આવ્યો હતો. આ પરિવાર મૂળ પંજાબના લુધિયાણાનો છે. ત્યારે આ પરિવારે પાલડી પોલીસ સ્ટેશનમાં થોડા દિવસો અગાઉ 14 વર્ષીય સગીરા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ સગીરા સાથે એક રાતમાં આઠ લોકોએ પરાણે માણ્યું સેક્સ, આ પૈકી ચાર કઈ યુનિ.ના વિદ્યાર્થી? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.