હાર્દિકને વોટ્સએપ પર ગૌરવ પટેલે મોકલ્યા છે બેન વિશે અશ્લીલ ધમકીના મેસેજ, બીજી શું આપી ધમકી?
હાર્દિક પટેલે પોલીસને આપેલા સ્ક્રીન શોટ્સ પ્રમાણે વ્યક્તિનું નામ ગૌરવભાઈ પટેલ મુંબઈ લખવામાં આવ્યું છે. જેમાં એક પાટીદાર ભાઈએ મા-બેનસમી ગાળોથી કંટાળીને ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું લખ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સ્ક્રીન શોટ્સમાં આગળ હાર્દિકને લીધે તેના ભાઈએ ઝેરી દવા પીધી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમજ હાર્દિકની બહેનને અભદ્ર ગાળો આપવામાં આવી છે. એટલું જ નહીં પાસને પણ ધમકી આપવામાં આવી છે.
ઉદેપુરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના નેતા હાર્દિક પટેલને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. હાર્દિકે ગઈ કાલે રાત્રે પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાર્દિકે જણાવ્યું હતું કે, તેને મુંબઇમાં રહેતી વ્યક્તિએ અજાણ્યા નંબરથી ફોન કરી મોતની ધમકી આપી હતી. એટલું જ નહીં તેણે પોલીસને મુંબઇથી આવતા ધમકીભર્યા ફોનની વિગતો આપી છે. આ સાથે તેણે વોટ્સએપ મેસેજના સ્ક્રીન શોટ્સ પણ આપ્યા છે. જેમાં તેના પરિવાર અંગે ધમકી આપવામાં આવી છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ કેવી આપી છે ધમકી
- - - - - - - - - Advertisement - - - - - - - - -