કરોડોનું કોલ સેન્ટર કૌભાંડઃ સાગર અને રીમા ઠક્કર કેવાં દેખાય છે ? પહેલી વાર આવી તસવીરો સામે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Oct 2016 10:10 AM (IST)
1
થાણે પોલીસે આ કૌભાંડના સંદર્ભમાં 72 લોકોની ધરપકડ કરી છે. થાણે પોલીસની ટીમે અમદાવાદમાં સાગર ઠક્કરના કોલ સેન્ટર પર દરોડા પાડી તેમને સીલ કરી દીધાં છે. જો કે પોલીસને સાગર હાથ નહોતો લાગ્યો.
2
સાગર અને રીમા ઠક્કરે કોલ સેન્ટરો દ્વારા અમેરિકામાં રહેતાં લોકોને ધમકીઓ આપીને તેમની પાસેથી 500 કરોડ રૂપિયા કરતાં વધારે રકમ પડાવી હોવાનું મનાય છે. આ કૌભાંડ બહાર આવતાં બંને ફરાર છે.
3
આ લૂકઆઉટ નોટિસમાં બંનેના ફોટા પણ બતાવાયા છે. લૂકઆઉટ નોટિસના કારણે સાગર અને રીમા ઠક્કર દેશમાંથી બહાર જવાનાં કે અંદર પ્રવેશવાનાં સ્થળે દેખાશે કે તરત જ તેમની ઝડપી લેવાશે.
4
અમદાવાદઃ કરોડો રૂપિયાના કોલ સેન્ટર કૌભાંડમાં સામેલ સાગર ઠક્કર અને રીમા ઠક્કરના ચહેરા આખરે લોકોની સામે આવ્યા છે. થાણે પોલીસે ગુરૂવારે બંને સામે લૂકઆઉટ નોટિસ બહાર પાડી હતી.