અમદાવાદઃ રાતે યુવતી ભાવિ પતિ સાથે અંતરંગ પળોમાં હતી મસ્ત ને પિતા આવી ગયા, જાણો પછી શું થયું?
પિતાએ ઠપકો આપતાં કહ્યું હતું કે, હવે લગ્ન થવાનાં જ છે તો પછી આવું કરીને અમારી આબરૂનાં લીરા શા માટે ઉડાડે છે. આ ઠપકા પછી ઉશ્કેરાયેલી જ્યોતિએ દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી જ્યોતિના ભાઈએ 181 અભયમમાં જાણ કરતા કાઉન્સેલરે બંન્ને પરિવાર ઉપરાંત યુવાન અને યુવતીને સમજાવ્યા હતા. તેમજ બંનેના ઘડીયા લગ્ન કરાવીને મામલો શાંત પાડ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ : ભાવિ પતિ સાથે અંતરંગપળો માણી રહેલી યુવતીને તેના પિતા જોઇ જતાં ઠપકો આપ્યો હતો. આથી ઉશ્કેરાયેલી યુવતીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ યુવતીના ભાઈએ 181 અભયમ હેલ્પલાઇન પર ફોન કરતાં આ ઘટનાથી પરિવારમાં આવેલું તોફાન શાંત પડ્યું છે અને તેનો સુખદ અંત આવ્યો છે.
181ના કાઉન્સિલર સુનિતા મકવાણાએ જ્યોતિ અને સમીર સહિત બન્નેના પરિવાર જનોનું કાઉન્સિલિંગ કરી સમાધાન કરાવ્યું હતું. અંતે સમીર અને જ્યોતિના પરિવારે શનિવારે બન્નેના લગ્ન મંદિરમાં ફૂલહાર કરી કરાવ્યા હતા.
આ અંગેની મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં રહેતી 19 વર્ષીય જ્યોતિએ પોતાના ભાવ પતિ સમીરને રાતે 12 વાગ્યે ઘરે બોલાવ્યો હતો. તેઓ ઘરમાં અંતરંગપળો માણી રહ્યા હતા, ત્યારે તેના ભાઈએ આ અવાજ સાંભળતા તેના પિતાને વાત કરી હતી. જેથી પિતાએ તપાસ કરતાં દીકરી તેના ભાવિ પતિ સાથે જોવા મળી હતી. જેથી પિતાએ દીકરીને ઠપકો આપ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -