અમદાવાદઃ યુવતીનો ફોટો વોટ્સએપ પર મૂકીને ગણાવી કોલગર્લ, મોબાઇલ પર કેવા આવતાં કોલ?
અમદાવાદઃ શહેરના કુબેરનગરમાં રહેતી યુવતીનો ફોટો કોઈએ વોટ્સએપ ગ્રુપમાં કોલગર્લ તરીકે દર્શાવી દેતાં યુવતી મુશ્કેલીમાં મુકાઇ ગઈ છે. તેને અલગ અલગ નંબર પરથી બીભત્સ ફોન અને મેસેજ આવવાં લાગ્યા છે અને ફોન કરીને સેક્સ માટે માંગણી કરવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, કુબેરનગરમાં રહેતા કામિનીબેન(નામ બદલ્યું છે) છેલ્લા નવ વર્ષથી પતિ અને આઠ વર્ષની દીકરી સાથે રહે છે. છેલ્લા કેટલાક દિવસથી તેમને અપરિચીત લોકો દ્વારા એક વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા છે.
આ ગ્રુપમાં એડ થયા પછી તેમને વારંવાર ગંદા મેસેજ અને વીડિયો મોકલીને અભદ્ર માંગણીઓ કરવામાં આવી રહી છે. લોકો તેમને પૈસા આપીને સેક્સ માટે ઓફર કરી રહ્યા છે. જેનાથી કંટાળેલી મહિલાએ આત્મહત્યા કરવાનું મન બનાવી લીધું હતું. જોકે, દીકરીનો વિચાર આવતાં તેમણે પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.
કામિનીબેન અરજીમાં છેલ્લા કેટલાક સમયથી દસેક અલગ અલગ નંબરથી અશ્લીલ મેસેજ અને વીડિયો આવતાં હોવાની ફરિયાદ કરી છે. એટલું જ નહીં, અલગ અલગ નંબર પરથી તેમને વીડિયો કોલ કરી અભદ્ર માંગણી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, અલગ અલગ નંબરથી મેસેજ કરી કેટલાક લોકો દ્વારા તેને હેરાન કરવામાં આવી રહી હતી. મહિલાની અરજી પછી તપાસ સાઇબર ક્રાઇમને સોંપાઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -