ત્રણ ઉદ્યોગપતિઓએ કારમાં અને ધર્મશાળામાં યુવતીનું કર્યું હતું જાતિય શોષણ, જાણો વિગતો
અમદાવાદઃ રાજકોટની ઈવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી યુવતીનું ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશન્સ (એફઆઇએ) તથા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (જીસીસીઆઇ)માં હોદ્દેદાર એવા ટોચના ઉદ્યોગપતિઓએ જાતીય શોષણ (સેક્સ્યુઅલ હેરેસમેન્ટ) કર્યું હોવાના કેસમાં નવો ધડાકો થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવતીએ ઇન્ડિયન પીનલ કોડની કલમ 354 (એ), (સી) તથા (ડી) ઉપરાંત કલમ 114 હેઠળ આ તમામ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. આ કલમો જાતીય સતામણી ઉપરાંત અંગતપળોની તસવીરો પાડી લેવાને લગતી છે.
ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી આ યુવતી એફઆઇએમાં નોકરી કરતી હતી. એ દરમિયાન જૂન 2015માં એફઆઇએના હોદ્દેદાર એવાં અરવિંદ જેઠાભાઈ ગજેરા, કનૈયા ત્રિકમલાલ પટેલ અને જીસીસીઆઇના હોદ્દેદાર કિરીટ હરગોવન પટેલે યુવતીનું શારીરિક શોષણ કર્યું હતું.
આ મામલે પોલીસે તપાસ શરૂ કરતાં તમામ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસે એફઆઇએના કર્મચારી અને સીએના નિવેદન નોંધ્યા છે. એફઆઇએના સત્તાધીશોએ પણ આ મામલે કમિટીની રચના કરી છે અને તેનો રિપોર્ટ સોમવાર સુધીમાં પોલીસને સોંપી દેવાશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
યુવતીએ કરેલા આક્ષેપો પ્રમાણે એફઆઇએના સેક્રેટરી અરવિંદ ગજેરા, ગુજકેટ કમિટીના ચેરમેન કે. ટી. પટેલ અને ગુજકેટ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન કિરીટ પટેલે યુવતીનું રાજકોટ અને સુરત જતી વખતે કારમાં જાતિય શોષણ કર્યું હતું. આ ઉપરાંત જામનગરની કુંવરબાઇ ધર્મશાળામાં પણ તેનું જાતિય શોષણ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -