ભાજપની આબરુનો ધજાગરોઃ જીતુ વાઘાણીના નામનો મેસેજ મોકલાય ને ટ્રુ-કોલર પર નામ આવે છે અરવિંદ કેજરીવાલનું

આ કાર્યકરોને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત બીજેપીના અધ્યક્ષ જીતૂ વાધાણી મારફતે તેમના જ અવાજમાં એક રેકોર્ડ મેસેજ ફોન કરીને બધાને સભળાવવામાં આવી રહ્યો છે. પરંતુ જેવી ફોનની ઘંટડી વાગે છે ત્યારે ફોનમાં રહેલા ટ્ટૂ-કૉલર એપ્લિકેશનમાં આ નંબર દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ દેખાડે છે. આ કારણે હાલના દિવસોમાં આ મામલો બીજેપીના કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.
જો કે, જીતૂ વાઘાણીએ આ કામ માટે મુંબઈન એક એંજસીને હાયર કરી છે. આ એંજસી તમામ 48000 કાર્યકરોને ફોન કરને રેકોર્ડિંગ મેસેજ સંભળાવે છે. આ મેસેજ માટે જે નંબરથી લોકોને ફોન આવે છે તે નંબર છે 022-79497000. તેમાં ખાસ વાત એ છે કે જ્યારે તમે ટ્ટૂ-કૉલર પર જોવો છો ત્યારે આ નંબર પર અરવિંદ કેજરવાલનું નામ દેખાડે છે. બીજેપી માને છે કે હોઈ શકે છે કે એંજસી દ્વારા આ નંબર પહેલા આમ આદમી પાર્ટીના પ્રચાર માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હોઈ શકે છે.
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાન ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીજેપી સખ્ત મહેનત કરી રહી છે. સત્તા ઉપર ફરીથી આવવા માટે બીજેપી રાજ્યમાં પોતાનો જનસંપર્ક વધારી રહી છે. હાલના દિવસોમાં બીજેપીએ પોતાના 48000 કાર્યકરો મારફતે ઘરે ઘરે જઈને ‘મેરા ઘર ભાજપાનું ઘર’ના સ્ટીકર ચોંટાડવામાં આવી રહ્યા છે.