12 સાયન્સ અને ગુજકેટના પરિણામો કઈ તારીખે જાહેર કરાશે, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે, ગુજકેટની પરીક્ષા પરિણામ જાહેર થાય તે પહેલા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને 4 ગુણ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને 2 ગુણ આપી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત ડિગ્રી એન્જિનિયરીંગ, ફાર્મસી અને ડિપ્લોમામાં પ્રવેશ લેવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી જેનું પરિણામ પણ 10મેના રોજ જાહેર કરવામાં આવશે. ગુજકેટની પરીક્ષામાં રાજ્યમાંથી 1.36 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.
જોકે સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી દર વર્ષે સૌથી પહેલું પરિણામ જાહેર કરી દેવામાં આવે છે અને ત્યાર બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું અને ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવે છે જેની સત્તાવાર તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી.
શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયે ધોરણ 12 સાયન્સમાં 1.34 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં એ ગ્રુપના 57,764 અને બી ગ્રુપના 76,888 અને એબી ગ્રુપના 19 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
છેલ્લા કેટલાય દિવસથી સોશિયલ મીડિયા ઉપર બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થવાની ખોટી તારીખો વાયરલ થઈ હતી. જેના કારણે વિદ્યારીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતાં. જોકે હવે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર કરવાની સત્તાવાર તારીખ જાહેર કરી દેવામાં આવી છે.
અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલ ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ 10મેના રોજ જાહેર કરવામાં આવશે. ધોરણ 12ની સાથે તાજેતરમાં લેવાયેલ ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા સવારે 9 વાગ્યે વેબસાઈટ પર પરિણામ મૂકી દેવામાં આવશે ત્યાર બાદ સ્કૂલોને ધોરણ 12 અને ગુજકેટની માર્કશીટ મોકલી આપવામાં આવશે.