અમદાવાદઃ બે પુત્રની માતાને યુવક સાથે બંધાયા સેક્સ સંબંધ, પ્રેમીએ યુવતીને મૂકીને ભાભી સાથે કરી લીધાં લગ્ન ને..........
અમદાવાદઃ શહેરના સરદારનગરમાં રહેતી યુવતીની હત્યા પ્રકરણમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવતીની હત્યા પ્રેમપ્રકરણમાં થઈ છે. યુવતી જે યુવકને પ્રેમ કરતી હતી, તે યુવકે તેની ભાભી સાથે લગ્ન કરી લેતા યુવતીએ પ્રેમી પાસે લગ્નની જીદ કરી હતી. જોકે, યુવકને લગ્ન કરવા ન હોવાથી આ હત્યા કરી નાંખી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, સરદારનગરના જી વોર્ડમાં મફાભાઇ રબારીના મકાનમાં પોસુ ઉર્ફે પાંચીબહેન મારવાડી નામની યુવતી ભાડે રહેતી હતી અને કેટરિંગનું કામ કરતી હતી. આ યુવતીને બે સંતાનો પણ છે. દરમિયાન આ યુવતી વિનોદ રોશનલાલ ધાનક નામના યુવક સાથએ સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા.
આ દિશામાં તપાસ કરતાં પ્રેમી વિનોદે જ સાગરીતો સાથે મળીને હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું. સરદારનગર પોલીસે હાલ આ અંગે ગુનો નોંધીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓએ ધારિયાના ઘા મારીને યુવતીની હત્યા કરી નાંખી હતી.
પ્રેમિકા પોસુની હત્યા માટે વિનોદે પોતાના સાગરીતો સાથે મળીને પ્રેમિકા પોસુની હત્યા કરી નાંખી હતી અને લાશ ચિલોડા સ્થિત શીવ બંગ્લોઝની પાછળ નાંખી દીધી હતી. ગત પાંચ મેના રોજ પોલીસને આ લાશ મળી આવી હતી. યુવતીની હત્યા કરાઇ હોવાથી આ દિશામાં તપાસ કરતાં યુવતીને વિનોદ સાથે પ્રેમપ્રકરણ હોવાનો ખુલાસો થયો હતો.
પોસુ અને વિનોદ વચ્ચે પ્રેમસંબંધ ચાલું હતા. દરમિયાન વિનોદના મોટાભાઈનું મોત થતાં તેણે પોતાની ભાભી સાથે લગ્ન કરી લીધા હતા. બીજી તરફ પ્રેમિકા પોસુએ પણ તેની સાથે લગ્ન કરવા માટે જીદ પકડી હતી. જેથી વિનોદે પ્રેમસંબંધનો અંત આણવાનો અને પ્રેમિકાની હત્યાનો કરવાનું નક્કી કરી નાંખ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -