નીતિન પટેલના નિવેદન બાદ કોંગ્રેસના કયા ત્રણ MLAને તાબડતોડ દિલ્હી બોલાવાયા? જાણો વિગત
સૂત્રો પ્રમાણે, ત્રણેય ધારાસભ્યો દિલ્હીમાં સૌથી પહેલા અહેમદ પટેલને મળશે. ત્યાર બાદ આ ત્રણેય ધારાસભ્યોની રાહુલ ગાંધી સાથે મુલાકાત થાય તેવી શક્યતા છે. અલ્પેશના કહ્યા પ્રમાણે, પક્ષમાં તેના સમાજની અવગણના થઈ રહી છે. ઠાકોર સેનાને તોડવાના પ્રયાસ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે ઓબીસી સેલના નવનિયુક્ત અધ્યક્ષ ઘનશ્યામ ગઢવીનો પદગ્રહણ સમારોહમાં અસંતુષ્ટ ગણાતા નેતાઓને સ્ટેજ પર બેસાડીને પ્રદેશ કોંગ્રેસે મનાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ સમારોહ પૂરો થયા પછી તરત જ અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા અને ભરત ઠાકોર દિલ્હી જવા રવાના થયા હતા.
અલ્પેશ ઠાકોરે અત્યાર સુધીમાં ‘મેં લાગણીમાં નિર્ણયો લીધા હોવાનું કોંગ્રેસ માને છે પરંતુ હવે ચાલાક રાજકારણીની જેમ નિર્ણય લઈ શકું છું, તેમ કહી કોંગ્રેસ છોડવાનો આડકતરો સંકેત આપ્યો છે.
ગાંધીનગર: કોંગ્રેસમાં મોટાપાયે તોડફોડ થઈ શકે છે તેવું સોમવારે બપોરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું ત્યાર બાદ તરત જ સાંજે કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અને ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોર, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને બેચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોર દિલ્હી જવા રવાના થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -