યુપીમાં ગોરધન ઝડફિયા નહીં પણ ભાજપના આ દિગ્ગજ નેતા લોકસભા ચૂંટણીના ઈન્ચાર્જ, એક અઠવાડિયામાં જ કેમ બદલાયું ચિત્ર ?
ભાજપની પ્રેસ નોટનો અર્થ એ થાય કે, ગોરધન ઝડફિયા ઉત્તર પ્રદેશમાં કો-ઈન્ચાર્જ એટલે કે સહપ્રભારી તરીકે કામ કરશે. ભાજપનાં સૂત્રોએ જણાવ્યું છે કે, ઉત્તર પ્રદેશમાં કુલ 6 સહપ્રભારી હશે કેમ કે ઉત્તર પ્રદેશ મોટું અન મહત્વનું રાજ્ય છે. આ સહ પ્રભારીઓ પૈકી એક ગોરધન ઝડફિયા હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયાએ તેના આધારે એવું અર્થઘટન કર્યું હતું કે, ઝડફિયા ઉત્તર પ્રદેશની લોકસભા ચૂંટણીના ઈન્ચાર્જ હશે. હવે ભાજપે જાહેરાત કરી છે કે, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા ઉત્તર પ્રદેશના ચૂંટણી ઈન્ચાર્જ છે. ભાજપે તેની પ્રેસ નોટમાં નડ્ડાનો સ્પષ્ટપણે પ્રભારી એટલે કે ઈન્ચાર્જ તરીકે ઉલ્લેક કર્યો છે.
અમદાવાદઃ લોકસભાની ચૂંટણી માટેની તૈયારીના ભાગરૂપે ભાજપે અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી ઈન્ચાર્જ નિમવામાં આવ્યા છે. આ ક્વાયતના બીજા તબક્કામાં ભાજપે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાને ઉત્તર પ્રદેશના ચૂંટણી ઈન્ચાર્જ નિમતાં આશ્ચર્ય સર્જાયું છે.
આ પહેલાં ભાજપે ગોરધન ઝડફિયા સહિત ત્રણ નેતાને ઉત્તર પ્રદેશના ચૂંટણી ઈન્ચાર્જ/ કો-ઈન્ચાર્જ બનાવાયા છે એ પ્રકારના અહેવાલો આવ્યા હતા. ભાજપે પોતાની પ્રેસ નોટમાં ઝડફિયા સહિત ત્રણ નેતાને ઈન્ચાર્જ/ કો-ઈન્ચાર્જ જ દર્શાવ્યા હતા પણ ઝડફિયા ઈન્ચાર્જ છે એવું કહ્યું નહોતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -