કોંગ્રેસના કયા નારાજ નેતાઓએ દિલ્લીમાં અહમદ પટેલ સાથે કરી મીટિંગ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Jan 2019 08:40 AM (IST)
1
અમદાવાદઃ કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આંતરીક વિખવાદ દૂર કરવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દિલ્લી સ્થિત અહમદ પટેલના ઘરે ગુજરાત પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં નારાજ નેતાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
2
આ ઉપરાંત અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલે પણ અહમદ પટેલ સાથે બેઠક કરી હતી. આ ઉપરાંત ભરતસિંહ સોલંકી, સાગર રાયકા, નરેશ રાવલ, તુષાર ચૌધરીને તેમજ અન્ય સિનિયર નારાજ નેતાઓને મળવા માટે આમંત્રણ અપાયું હતું.
3
4
ગઈ કાલે કોંગ્રેસના નારાજ નેતાઓની દિલ્લી ખાતે અહમદ પટેલના નિવાસસ્થાને બેઠક મળી હતી. જેમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને ગુજરાત પ્રભારી રાજીવ સાતવ હાજર રહ્યા હતા.