ગુજરાતના કયા આઇપીએસ અધિકારી છે CBI ચીફ બનવાના લિસ્ટમાં, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ છેલ્લા ત્રણ મહિનાથી વિવાદોમાં ફસાયેલી CBIમાં હવે નવા વડા ટુંકસમયમાં મળી શકે છે. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વિસ્ટિગેશનના નવા ફૂલ ટાઇમ ચીફ-ડિરેક્ટરનું નામ આજે સાંજ સુધીમાં નક્કી થઇ જશે. આ લિસ્ટમાં ગુજરાતના એક આઇપીએસ અધિકારીનુ નામ પણ સામેલ છે.
શિવાનંદ ઝા આશરે 11 વર્ષ બાદ ગુજરાતના કાયમી ડીજીપી તરીકે નિમણૂંક પામ્યા હતા. હવે તેમને સીબીઆઈ વડા તરીકે દિલ્હી ખસેડાય તો ગુજરાતમાં ડીજીપીનો હોદ્દો ફરી ખાલી પડે. આ સંજોગોમાં સૂત્રોના કહેવા મુજબ સીબીઆઈમાં નં. 2 અને વિવાદમાં સપડાયેલા રાકેશ અસ્થાનાને ગુજરાત પાછા મોકલી ડીજીપીના હોદ્દે તેમની નિમણૂંક કરી શકાય તેમ છે.
આજની બેઠકમાં CBIના નવા ફૂલ-ટાઇમ વડા નક્કી થઇ શકે છે. આ લિસ્ટમાં ગુજરાતના હાલના ડીજીપી શિવાનંદ ઝા અને નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ) મહાનિર્દેશક વાય સી મોદી અગ્રેસર હોવાનું મનાય છે. કેન્દ્રીય તપાસ સંસ્થામાં આલોક વર્માના અનુગામીની પસંદગી કરવા આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને ઉચ્ચ-સ્તરીય પસંદગી સમિતિની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં સમિતિના વડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ અને લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે ભાગ લેશે.
એક વરિષ્ઠ અમલદારે માહિતી આપતા કહ્યું કે, વાત જો સિનિયોરિટીની આવશે તો શિવાનંદ ઝાનું પલ્લું ભારે રહેશે. આમેય ઝાને પીએમ મોદી સાથે કામ કરવાનો બહોળો અનુભવ છે અને 2002ના રમખાણોની તપાસ કરનારી સીટમાં પણ તેઓ સામેલ હતા. આ તમામ સંજોગોમાં શિવાનંદ ઝા સીબીઆઈના નવા વડા બને તેવી પ્રબળ શક્યતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -