આવતાં મહિને ધારાસભ્યોને દિવાળી, એરિયર્સ અને પગારમાં કેટલો વધારો થશે? જાણો વિગત
19 સપ્ટેમ્બરે વિધાનસભામાં પસાર થયેલા સાત પૈકી 4 સુધારા વિધેયકોને રાજ્યપાલે મંજૂરી આપી દીધી હતી. બે કાયદાને રાષ્ટ્રપતિ સમક્ષ મોકલી આપ્યા હતા અને ધારાસભ્યોના પગાર ભથ્થામાં વધારો સુચવતું બિલ રાજ્યપાલે અટકાવી રાખ્યું હતું.
મુખ્યમંત્રી, મંત્રીઓ, વિપક્ષના નેતા સહિતના પદાધિકારીઓના પગારમાં પણ રૂપિયા 45,591 વધારીને રૂપિયા 1,32,395 કરવામાં આવતાં 1લી નવેમ્બરે આઠ મહિના એરિયર્સ સહિત રૂપિયા 4,97,123નો પગાર મેળવશે.
બે દિવસના ચોમાસુ સત્રમાં એક જ દિવસમાં 6 કાયદા સુધારવાની દરખાસ્તમાં સરકારે ગણતરીના કલાકોમાં જ પગાર વધારા માટે વિધેયક દાખલ કરી બંને પક્ષે લોકોના પ્રશ્નો, સવાલો એક તરફ મુકી તેને સહર્ષ પસાર કરાવ્યો હતો. જેની સામે નાગરીકોએ જ વ્યાપક વિરોધ નોધાવ્યો હતો.
વિધાનસભામાં ચૂંટાયા બાદ ધારાસભ્યે શપથ લીધા હતા. ફેબ્રુઆરી-2018ની પાછલી અસરથી ઉપરોક્ત સુધારાનો અમલ થશે. 19મી સપ્ટેમ્બરે એક ધારાસભ્ય દિઠ પગાર-ભથ્થાને રૂપિયા 70,727થી વધારી રૂપિયા 1,16,316 કરવામા આવ્યો હતો. આ મુજબ પ્રત્યેક ધારાસભ્યને વિતેલા આઠ મહિનામાં પ્રતિ મહિને રૂપિયા 45,889 એમ એરિયર્સ પેટે રૂપિયા 3,64,712 વત્તા ઓક્ટોબરથી નવા પગાર-ભથ્થા પેટે રૂપિયા 1,16,316 એમ કુલ મળી રૂપિયા 4,81,028 ચુકવાશે.
ગાંધીનગર: વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોએ એક થઈને સ્વમેળે પગાર, ભથ્થા વધારવા કાયદામાં કરેલા સુધારાને 20 દિવસ પછી શુક્રવારે મંજૂર મળી ગઈ છે. રાજ્યપાલે વિધેયકને બહાલી આપતા 1લી નવેમ્બરે એક ધારાસભ્ય પગાર-ભથ્થા પેટે રૂપિયા 4,81,૦28 નાગરીકોના ટેક્સ એટલે કે સરકારી તિજોરીમાંથી સેરવી લેશે.