મુસ્લિમ દંપતિના ટ્રિપલ તલાકના મુદ્દે હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, જાણો શું છે કેસ અને શું છે ચુકાદો ?
જો કે ફેમિલી કોર્ટે ટ્રિપલ તલાકને યોગ્ય ના ગણાવતાં તેમની અરજીને ફગાવી દીધી હતી. તેના પગલે બંનેએ હાઇકોર્ટમાં પિટિશન કરી માંગણી કરી કે બંને પક્ષે સહમતિ સધાઈ ગઈ છે અને બંને એકબીજાથી અલગ થવા માંગે છે ત્યારે કોર્ટે હુકમ કરવામાં કોઈ વાંધો લેવો જોઈએ નહિ. હાઇકોર્ટે આ રજૂઆતને સ્વીકારી લીધી છે.
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે મુસ્લિમોમાં પ્રવર્તતા ટ્રિપલ તલાકના મામલે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે મુસ્લિમ દંપતિના છૂટાછેડાને માન્ય રાખતાં ફેમિલી કોર્ટેને આદેશ આપતાં કહ્યું છે કે છૂટાછેડા અને લગ્નના કિસ્સામાં પતિ-પત્ની બન્ને સહમત હોય તો કોર્ટે વધુ દરમિયાનગીરી ના કરવી જોઈએ.
આ તલાક બાદ ડિવોર્સ ડીડ પણ કરવામાં આવી હતી પણ દસ્તાવેજોમાં મેરિટલ સ્ટેટસ બદલાવવા માટે કોર્ટમાંથી ડિક્રીની જરૂર પડે તેમ હતી તેથી બંનેએ ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. તેમણે ફેમિલી કોર્ટમાં ડિવોર્સ ડિક્રી અને મેરિટલ સ્ટેટ્સ અંગેના હુકમની માગ કરી હતી.
10 વર્ષના લગ્ન જીવન બાદ પણ સંતાન ના થતાં છેવટે 2010થી પતિ અને પત્ની એક બીજાથી અલગ રહેવા લાગ્યાં હતાં. એ વખતે અબ્બાસભાઈએ રશીદાબેનને ત્રણ વાર તલાક કહ્યું હતું. તેમનાં પત્નીએ પણ આ તલાકના નિર્ણયને સહમતી આપી હતી.
આ કેસની વિગત એવી છે કે અમદાવાદનાં 39 વર્ષીય રશીદાબેન અને ધોળકાના અબ્બાસભાઈના લગ્ન 5 સપ્ટેમ્બર 2002ના રોજ થયાં હતાં. દાઉદી વોહરા સમાજના આ દંપતીને સંતાન ના થતું હોવાથી લગ્નના થોડા સમય બાદ બંને વચ્ચે ખટરાગ થતાં તકરારો થવા લાગી હતી.
આ ઘટનામાં ટ્રિપલ તલાક બાદ મુસ્લિમ દંપતિએ પરસ્પર સંમતિથી છૂટા પડવાનો નિર્ણય કર્યો હતો પણ આ નિર્ણયને સ્વીકારવાનો ફેમિલી કોર્ટે ઈન્કાર કર્યો હતો. તેના કારણે આ આઆખો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ફેમિલી કોર્ટના નિર્ણયને હાઈકોર્ટે રદ કરી છૂટાછેડાને મંજૂરી આપી છે.