અમદાવાદઃ ફૂટપાથ પર 8 લોકો પર કાળની જેમ ફરી વળી કાર, 2નાં મોત, 4 ઘાયલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆરોપી નીરવ સુરતથી નીકળી તેના ભાઈને નરોડા ઉતારીને ઘરે જતો હતો. કાર ચાલાક રાણીપમાં જવેલર્સનો વેપાર કરે છે અને હાલ તેને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.
સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે કારચાલક આશરે 80થી વધુની સ્પીડે કાર હંકારતો હતો. જેવા લોકોને અડફેટે લીધા કે તરત જ ડિવાઈડર સાથે ગાડી અથડાતા કારનું ટાયર ફાટી ગયું.પોલીસ અને સ્થાનિકના કહેવા મુજબ કાર ચાલક ને ઊંઘ આવી જતા તેનાથી અકસ્માત સર્જાયો.
અકસ્માતમાં ઝૂંપડા બહાર સુતેલા શ્રમીક પરીવારના ભગાભાઈ મારવાડી અને તેમની પત્નીનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
અમદાવાદઃ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં કારચાલકે અકસ્માત સર્જ્યો છે. ફુટપાથ પર ઊંઘી રહેલા 8થી વધુ લોકો પર આઇ ટેન કાર કાળની માફક ફરી વળી છે. શાસ્ત્રીનગરમાં બની રહેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોની બહાર આવેલી ફુટપાથ પર આ ઘટના બની છે. જેમાં બે લોકોને ઘટના સ્થળે જ મોત થયા છે.
નારણપુરા પોલીસની પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું છે કે, કાલ ચાલક નિરવ શાહ બહારગામ ગયો હતો. જ્યારે શુક્રવારે મોડી રાતે પરત અમદાવાદ આવ્યો હતો. શુક્રવારે રાતે 1 વાગે નિરવ શાસ્ત્રીનગર પેટ્રોલપંપ પાસેથી આઈ 10 કાર પુરઝડપે ચલાવી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને ઝોંકુ આવી જતા તે કાર પરથી કાબુ ગુમાવી બેઠો હતો.
કાર મુખ્યમંત્રી આવાસ યોજનાના ગેટની બહાર આવેલા 8 ઝૂંપડા તરફ ફંટાઈ હતી. જેમાં 8માંથી છેલ્લા 2 ઝૂંપડા બહાર સુતેલા પરીવાર પર કારના પૈડા ફરી વળ્યાં બાદ ગાડીનું આગળનું ટાયર ફાટી જતા કાર ઉભી રહી ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -