ભાજપના સાંસદોને ગુજરાતના પ્રશ્નોમાં રસ નહીં, રેલ્વેના પ્રશ્નોની બેઠકમાંથી 26માંથી 7 જ સાંસદ હાજર, જાણો કોણ કોણ આવ્યા?
હાજર રહેલ 8 સાંસદોમાંથી એક સાંસદ રાજ્યસભાના હતા. જ્યારે અન્ય 7 ચૂંટાયેલા સાંસોદમાં અમદાવાદ પશ્ચિમના ડો. કિરીટ સોલંકી, મહેસાણાના સાંસદ જયશ્રીબેન પટેલ, સાબરકાંઠાના સાંસદ દિપસીંહ રાઠોડ, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ગોધરના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ અને છોટાઉદેપુરના સાંસદ રામસિંહ રાઠવા હાજર રહ્યા હતા.
આ વખતની બેઠકમાં નવાઈની વાત એ છે કે ગુજરાતના 26 સાંસદોમાંથી માત્ર 8 જ સાંસદો રેલવેને લગતા પ્રશ્નોને લઈને હાજર રહ્યા હતા જ્યારે એક સાંસદે તેમના પ્રતિનિધીને મોકલ્યા હતા જ્યારે 16 સાંસદો ગેરહાજર રહ્યા હતા.
અમદાવાદઃ ગુજરાત રેલવેને લગતા પ્રશ્નોના સમાધાનમાં ગુજરાતના સાંસદોને કોઈ રસ નથી. પશ્ચિમ રેલવેના મહાપ્રબંધકની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે યોજાયેલી સાંસદોની બેઠકમાં આ વાત સામે આવી હતી. આ બેઠકમાં ગુજરાતમાં 26 સાંસદોમાંથી માત્ર 7 સાંસદો જ પોતાના વિસ્તારને લગતા રેલવેના પ્રશ્નો લઈને હાજર રહ્યા હતા. જ્યારે એક સાંસદે પોતાના પ્રતિનિધિને મોકલ્યા હતા જ્યારે અન્ય સાંસદોએ પોતાના વિસ્તારના રેલવેને લગતા પ્રશ્નોમાં રસ જ દાખવ્યો નહોતો.
અમદાવાદમાં શાહીબાગ સરકીટ હાઉસ ખાતે ગુજરાતના સાંસદો અને પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. દર વર્ષે વર્ષમાં એક વખત આવી બેઠકનું આયોજન થતું હોય છે. જેમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદો તેમના વિસ્તારના રેલવેને લગતા વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત, માંગણી અને નવો પ્રસ્તાવ મૂકી શકે છે. સાંસદોની રજૂઆતના અંતે રેલવે દ્વારા તેમના પ્રશ્નોના ઉકેલની દિશામાં કામ કરાતું હોય છે.