પાટીદારોને OBC સ્ટેટસ આપી અનામતનો લાભ આપવાની દિશામાં ભરાયું મોટું કદમ, જાણો કઈ કામગીરી થઈ શરૂ ?
આ અંગે લાલજી પટેલે કહ્યુ હતું કે, અમારા પાટીદાર સંગઠનોના અનેક સંગઠનોએ કમિશન સમક્ષ ઓબીસી સ્ટેટસ માટેની માંગણી કરતી અરજીઓ કરી છે. ગુજરાતમાં ૧૪૬ સમુદાયો ઓબીસી કેટેગરી હેઠળ સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત મેળવવાને પાત્ર છે. છેલ્લે ર૦૧રમાં રાજગોરને આ યાદીમાં સમાવવામાં આવી હતી.
જોકે, આ અંગે કમિશને કોઇ પણ પ્રકારનું નિવેદન આપ્યું નથી પરંતુ સૂત્રોના મતે કમિશને એજન્સીઓને શોર્ટ લિસ્ટ કરી છે અને વિધાનસભાની ચૂંટણી પુરી થયા બાદ તે કામ શરૂ કરવાની લીલી ઝંડી આપવામાં આવશે.
સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા પ્રમાણે, આગામી સમયમાં કમિશન હવે ડોર ટુ ડોર સર્વે કરશે અને એ બાબતની કાળજી રાખશે કે આ પરિવારોમાંથી કોઇ વ્યકિત બાકી રહી ન જાય. સર્વે શરૂ કરવા માટે કમીશને મે મહિનામાં સંલગ્ન એજન્સીઓ પાસેથી પ્રાઇસ લીસ્ટ મંગાવ્યું હતું જેમને આવા કામમાં ૩ વર્ષનો અનુભવ હોય તે એજન્સીઓને બોલાવવામાં આવી હતી.
નોંધનીય છે કે હાર્દિક અને પાટીદાર અનામત આંદોલન સમિતિએ અનામત આંદોલન શરૂ કર્યું તે અગાઉથી જ એસપીજી આંદોલન ચલાવે છે. ઓબીસી કમિશન પાસે જે અરજીઓ આવી છે તે અરજીઓ રાજ્યના દોઢ લાખ પરિવારોનો સમાવેશ કરે છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પાટીદારો દ્ધારા અનામતની માંગણી સાથે છેલ્લા બે વર્ષથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. કોગ્રેસ અને પાટીદાર અનામત આંદોલન સમિતિ વચ્ચે પાટીદારોને અનામત આપવાને લઇને ફોર્મુલા પર સહમતિ પણ સાધવામાં આવી છે.
અમદાવાદઃ હાલમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ભાજપ અને કોગ્રેસ પાટીદારોને ખુશ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ ગુજરાતના ઓબીસી કમિશને (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે ઓબીસી સ્ટેટ્સની ભલામણ કરતી સ્વાયત સંસ્થા)એ પાટીદારો સહિત 27 જેટલી જ્ઞાતિઓના પછાતપણાનો સર્વે કરવાની કામગીરી શરૂ કરી દીધી હોવાની માહિતી મળી રહી છે.
ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ સુગન્યા ભટ્ટના નેતૃત્વ ધરાવતા આ કમિશનને 28 જેટલા સમુદાયો અને ગ્રુપો મારફતે ઓબીસી સ્ટેટ્સ માટેની અરજીઓ મળી છે. જેમાં અનેક પાટીદારની સંસ્થાઓ છે જેમાં લાલજી પટેલના વડપણ હેઠળના પાટીદાર સંગઠન એસપીજીનો પણ સમાવેશ થાય છે.