અમદાવાદઃ યાલુ કારમાં યુવતી સાથે શારીરિક સંબંધો બાંધીને રેપ કર્યો હોવાની ફરિયાદમાં શું આવ્યો મોટો વળાંક?
સામૂહિક દુષ્કર્મની ફરિયાદનો ભારે ઊહોપોહ થતાં પોલીસ કમિશનરે તપાસ મહિલા પોલીસ મથકના ડીએસપીની અધ્યક્ષતામાં તપાસ સાંપી હતી.જેનું સીધુ મોનિટરિંગ પોલીસ કમિશનર એ.કે.સિંગ કરતા હતા. દરમિયાનમાં ગૌરવ દાલમિયા, યામીની નાયર, વૃષભે મેટ્રોપોલિટન કોર્ટમાં અરજી કરીને દાદ માગી હતી કે, અમે નિર્દોષ છીએ અમારો નાર્કો ટેસ્ટ સહિતની ટેસ્ટ કરાવવા માટે તૈયાર છીએ .જેના પગલે કોર્ટે ગૌરવ દાલમિયા સહિત ત્રણેયના નાર્કો ટેસ્ટ કરાવવા માટે મંજૂરી આપી હતી. મહિલા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ એફએસએલમાંથી ગૌરવ દાલમિયા સહિત ત્રણેયના નાર્કો, સાઇકો સહિતના ટેસ્ટ કરાવ્યા હતા. જેમાં આરોપીઓ સાચું બોલી રહ્યા છે અને ભોગ બનેલી યુવતી ખોટો આક્ષેપ કર્યો હોવાનું બહાર આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભોગ બનેલી પીડિતાએ એવો આક્ષેપ કર્યો હતો કે,શિવરંજની ઝાંસીની રાણીના પૂતળાથી નહેરુનગર જવાના રસ્તામાં મંકી કેપ પહેરીને યુવતીએ કેફી પદાર્થ સુંઘાડીને દેતાં તે બેભાન થઈ ગઈ હતી અને ગાડીમાં આવેલી યુવતી સહિતના અપહરણ કરીને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
નોંધનીય છે કે, ઈસનપુર પોલીસ મથકમાં ગૌરવ દાલમિયા, યામીની નાયર, વૃષભ મારૂ સામે મણિનગરની યુવતીએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરી હતી.જે ઈસનપુર પોલીસે ઝીરો નંબરથી દાખલ કરીને તપાસ સેટેલાઇટ પોલીસ મથકની હદમાં બની હોવાથી ત્યાં ટ્રાન્સફર કરી હતી.
ઉલ્લેખનીય છે કે, દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાએ ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી કરીને દાદ માગી હતી કે, પોલીસ તપાસ કરીને કોર્ટમાં રિપોર્ટ રજૂ કરતી નથી જેની સુનાવણી 30 નવેમ્બરે રાખવામાં આવી છે. સામૂહિક દુષ્કર્મની ફરિયાદમાં પોલીસે પ્રથમવાર સીસીટીવી ફૂટેજ, સાંયોગિક પુરાવા, ફોરેન્સિક પુરાવા અને સંખ્યાબંધ નિવેદનો લીધા હતા. જેમાં આરોપીઓ નિર્દોષ હોવાનું તારણ કાઢીને કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.
તપાસનીશ અધિકારી ડીસીપી પન્ના મોમયાએ ફોરેન્સિક, સાઇકો, સીડીઆર, ઇન્ટાગ્રામમાં તપાસ કરી હતી નહેરુનગરથી મણિનગર સુધીના સીસીટીવી ફૂટેજો ચકાસીને આરોપી તથા ભોગ બનેલી યુવતીના મોબાઇલ લોકેશન સહિતની તપાસ કરીને આશેર બે હજાર પાનાના દસ્તાવેજો રજૂ કર્યા છે. જો કે, કોર્ટે એક તબક્કે તપાસનીશ અધિકારીને તપાસના અપૂરતા દસ્તાવેજો હોવાથી તાકીદે રજૂ કરવા માટે નિર્દેશ આપ્યો છે.
અમદાવાદઃ સેટેલાઇટમાં સામૂહિક દુષ્કર્મની થયેલી ફરિયાદમાં મહિલા પોલીસે પાંચ માસની તપાસ બાદ ફરિયાદ ખોટી હોવાનો રિપોર્ટ આજે મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરીને ફરિયાદી સામે કાર્યવાહી કરવા માટે મંજૂરી માગી છે. જેમાં મેટ્રો કોર્ટે ફરિયાદીને કારણ દર્શક નોટિસ કાઢીને ૧૪મી ડિસેમ્બરના રોજ સુનાવણી રાખી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -