✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મહેશ શાહની કરોડોની બ્લેકમની જપ્ત કરવા આઇટીનો સપાટો, ક્યાં ક્યાં પડી રેડ, મળ્યા અધધ... રોકડ રૂપિયા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Dec 2016 10:04 AM (IST)
1

13860 કરોડનું કાળુંનાણું જાહેર કરનાર 67 વર્ષનો મહેશ શાહ ખાસ ભણેલો ગણેલો નથી. તે સામાન્ય ઘરમાં રહે છે. તેનો ફ્લેટ અમદાવાદના જોધપુરમાં છે.

2

મહેશ શાહ જેમના મારફત આવ્યો હતો તે સીએ અપ્પાજી અમીન એન્ડ કંપની તેમજ મહેશ શાહ સાથે સંકળાયેલા લોકો પર આઇટી વિભાગે તા. 29 નવેમ્બરે સર્ચ અને સર્વે હાથ ધર્યો હતો.

3

અમદાવાદ : ઇન્કમ ટેક્સ ડેકલેરેશન સ્કીમ હેઠળ રૂ. 13,860 કરોડની રોકડ જાહેર કરનારા અમદાવાદના પ્રોપર્ટી ડિલર મહેશ શાહ અને તેના ભાગીદારોના ઘર અને ઓફિસ પર ગયા આઇટી વિભાગ દ્ધારા સર્ચ હાથ ધરવામાં આવ્યુ હતું. પ્રોપર્ટી ડિલર મહેશ શાહ જોધપુર વિસ્તારમાં રહે છે. આઇટી વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે, મહેશ શાહ તો માત્ર મહોરુ છે. મહેશ શાહનો ઉપયોગ બ્લેકમની છૂપાવવા માટે રાજકારણીઓ, બિલ્ડરો અને અધિકારીઓએ કર્યો હોવાનુ માની શકાય છે.

4

સૂત્રોના કહેવા પ્રમાણે, મહેશ શાહે આઇડીએસ હેઠળ જાહેર કરેલી રકમ પૈકીની 45 ટકા ટેક્સ પેટે 25 ટકાનો રૂ. 1560 કરોડનો પ્રથમ હપ્તો ન ભરતાં આઇટી વિભાગે તેમના સીએ અપ્પાજી અમીન એન્ડ કંપની પર સર્ચ કરી અને રદ થયેલી નોટો પણ બદલી આપવામાં આવતી હોવાની માહિતીના આધારે સીએ કંપની પર સર્ચ અને સર્વે હાથ ધરાયો છે.

5

‘બ્લેકના વ્હાઈટ’ કરવાના એકમાત્ર ઈરાદાથી જંગી રકમ જાહેર કરાવી હોવાનું આઇટી વિભાગના સૂત્રો માની રહ્યા છે. આટલી રકમ જાહેર કરનારા મહેશ શાહની પાછળ રાજકારણીઓ, વેપારીઓ અને અધિકારીઓના કાળા નાણાંને વ્હાઈટ કરવાનો કારસો રચાયો હોવાનું ચોક્કસપણે માનવામાં આવે છે.

6

જમીન લે-વેચનો ધંધો કરતા મહેશ શાહ હાલમાં લાપતા છે. ઇન્કમ ટેક્સ ડેકલેરેશન સ્કીમ હેઠળ જાહેર કરેલી રૂ. 13,860 કરોડની રકમ માત્ર મહેશ શાહની જ છે તેને લઇને આઇટી વિભાગને શંકા છે કારણ કે મહેશ શાહ એક સામાન્ય ઘરમાં રહે છે અને તેનો ઉપયોગ રાજકારણીઓ, બિલ્ડરો અને અધિકારીઓએ કર્યો હોઇ શકે છે.

7

આઇટી વિભાગની રેડ દરમિયાન આઇટી વિભાગને 40 લાખની રોકડ, 30 લાખની જ્વેલરી હાથ લાગી હતી. ઉપરાંત તેમજ જમીન મકાન સહિત રિયલ એસ્ટેટને લગતા દસ્તાવેજો મળી આવ્યા છે. આઇટી વિભાગે અમદાવાદ, દિલ્હી, મુંબઇ, રાજકોટ સહિત વિવિધ શહેરોમાં 10થી વધુ જગ્યા સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરી છે.

  • હોમ
  • અમદાવાદ
  • મહેશ શાહની કરોડોની બ્લેકમની જપ્ત કરવા આઇટીનો સપાટો, ક્યાં ક્યાં પડી રેડ, મળ્યા અધધ... રોકડ રૂપિયા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.