સિંગર કિંજલ દવે કઈ જગ્યાએ મનાવી રહી છે વેકેશન, જુઓ મસ્તી કરતી તસવીરો
કિંજલ દવેએ હિમાચલ પ્રદેશના સિમલા, મનાલી સહિતના અનેક સ્થળો પર ખૂબ જ મજા માણી હતી. તસવીરોમાં તમે જોઈ શકો છો કે કિંજલ કેટલી મસ્તી કરી હતી. આ ઉપરાંત કિંજલે પોતાના ફિયાન્સે સાથે પણ ખૂબ જ મસ્તી કરી હતી જ્યારે કિંજલે ફિયાન્સે પવન માટે સોંગ પણ ગાયું હતું તેવું જાણવા મળ્યું હતું.
સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, કિંજલ દવે હાલ હિમાચલ પ્રેદશમાં વેકેશનની મજા માણી રહી છે. કિંજલ દવેનો પરિવાર અને ફિયાન્સે પણ સાથે છે જ્યાં પરિવાર સહિત ખૂબ જ મસ્તી કરી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
અમદાવાદ: ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેની નવી-નવી તસવીરો સામે આવતી હોય છે ત્યારે કિંજલ દવે હાલ હિમાચલ પ્રદેશમાં વેકેશનની મજા માણી રહી છે. કિંજલ દવે એકલી જ નહીં પોતાના પરિવાર સાથે વેકેશન મનાવી રહી છે. આ ઉપરાંત કિંજલનો ફિયાન્સે પણ સાથે છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ કિંજલ દવે અને પનવ જોષીની સગાઈ કરવામાં આવી હતી. ત્યાર બાદ કિંજલના ભાઈ આકાશ દવેની પણ સગાઈ કરવામાં આવી હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
કિંજલ દવેના પિતા લલિત દવેનો બર્થ-ડે પણ હિમાચલ પ્રદેશમાં ઉજવવામાં આવ્યો હતો. કિંજલ દવેના પરિવાર સહિત અન્ય મિત્રો પણ વેકેશન મનાવી રહ્યા છે.