ગુજરાતની મહિલાઓને હવે માત્ર 1000 રૂપિયામાં સ્માર્ટ ફોન-ટેબ્લેટ મળશે, જાણો યોજનાની વિગત
મહિલા સશક્તિકરણના પ્રોજેક્ટ અંતર્ગત શરૂ થયેલી આ યોજનામાં સેમસંગ મોબાઈલના ચાર અને ટેબ્લેટના ત્રણ મોડેલ ઓફર કરાશે. મહિલાઓ આ સ્માર્ટ ફોન-ટેબ્લેટ માત્ર રૂપિયા ૧,૦૦૦ના ડાઉન પેમેન્ટથી મેળવીને બાકીના પૈસા સાત માસના હપ્તામાં ૧ ટકા વ્યાજ સાથે ભરી શકશે.
એસજી હાઈવે નજીક દિનદયાળ ઓડિટોરિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે પ્રધાન સુરેશ પ્રભુ, પુરૂષોત્તમ રૂપાલા, ઈશ્વરભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ યોજનાનો લાભ લેવા માટે બેંકનો સંપર્ક કરવાની વિનંતી કરાઈ છે.
આ સ્કીમ હેઠળ મોબાઈલ સાથે ટફન ગ્લાસ, કવર તથા એક વર્ષનો વીમો વિનામૂલ્યે અપાશે. આવતા છ માસમાં ૧ લાખથી વધુ યુવતી-કન્યાઓને આ સ્કીમનો લાભ આપવામાં આવશે. આ સ્કીમ હેઠળ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલિબેનના હસ્તે આજે યોજનાની શરૂઆત કરાઈ હતી.
અમદાવાદઃ ગુજરાતની મહિલાઓને માત્ર 1000 રૂપિયા ભરીને સ્માર્ટ ફોન તથા ટેબ્લેટ આપવાની યોજનાનો આજે પ્રારંભ કરાયો હતો. મહિલાઓને માસિક સરળ હપ્તેથી સ્માર્ટફોન તથા ટેબ્લેટ મળી રહે તે માટે ગુજરાત કો-ઓપરેટિવ બેન્ક ફેડરેશન તથા ગુજરાત સ્ટેટ કો- ઓપરેટિવ બેન્ક દ્વારા આ સ્કીમ જાહેર કરાઈ છે.