ગુર્જર આંદોલનને કારણે અમદાવાદની કઈ ચાર ટ્રેનો રદ્દ કરવામાં આવી, જાણો વિગત
હાપા - માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 13મીએ રદ કરવામાં આવી છે. જ્યારે હઝરત નિઝામુદ્દીન - અમદાવાદ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીધામ-હાવડા ગરભા એક્સપ્રેસ 9-11 ફેબ્રુઆરી સુધી રદ્દ કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ-હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ 9મીએ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ - પટના અઝીમાબાદ એક્સપ્રેસ પણ 11મીએ રદ્દ કરવામાં આવી છે.
અમદાવાદ: રાજસ્થાનમાં સવાઈ માધોપુર અને બયાના સેક્શનમાં શરૂ થયેલા ગુર્જર આંદોલનને પગલે આ રૂટ પરથી પસાર થતી અનેક ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. જ્યારે મોટાભાગની ટ્રેનો ડાયવર્ટ રૂટ પર દોડાવવામાં આવી રહી છે જેના કારણે અમદાવાદ સહિત ગુજરાતની પણ અનેક ટ્રેનોને અસર થતાં રેલવે દ્વારા પેસેન્જરોની સુવિધા માટે મુખ્ય સ્ટેશનો પર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે.
ગુર્જર આંદોલનને પગલે અમદાવાદથી ઉપડતી કે પસાર થતી અને સવાઈ માધોપુર થઈ દોડતી ચાર ટ્રેનો રદ કરવાની તંત્રને ફરજ પડી છે. જ્યારે બે ટ્રેનો ડાયવર્ટ રૂટ પર દોડાવવામાં આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -