રાજ્યમાં હજુ કેટલા દિવસ રહેશે કોલ્ડ વેવ ? હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો વિગત
રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ પણ 48 કલાક કોલ્ડવેવની સ્થિતિ સર્જાઇ શકે છે. આ કોલ્ડવેવની અસર ખાસ કરીને વડોદરા, સુરત, વલસાડ અને રાજકોટમાં ખાસ વર્તાશે. સાથે જ ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગરમાં ઠંડો પવન ફુંકાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હીમાં હાડ થીજવતી ઠંડી અને કાશ્મીરમાં હિમવર્ષાની અસર હજારો કિમી દૂર ગુજરાતમાં જોવા મળે છે. રાત્રી અને વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીની મોજુ ફરી વળે છે. તો કહેવાય છે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી ઠંડીનું પ્રમાણ ઘટનાનું શરૂ થઇ જાય છે, પરંતુ આ વખતે ફેબ્રુઆરી મહિનો અડધો પતવા આવ્યો પરંતુ ઠંડીનું જોર ઓછું નથી થયું.
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી લોકોમાં ભારે કુતુહલ જોવા મળી રહ્યું છે, છેલ્લા ત્રણ મહિનાથી ઠંડી પડી રહી છે. એવામાં ફેબ્રુઆરી મહિનો શરૂ થયાને 9 દિવસ પસાર થઈ ગયા છે તેમ છતા ઠંડીનું જોર ઘટવાનું નામ નથી લેતી. છેલ્લા કેટલાક દિવસોમાં તો બે દિવસ તિવ્ર ઠંડી પડે છે તો બે દિવસ તડકો પડે છે. તો વચ્ચે એક દિવસ ભારે ઠંડો પવન ફૂંકાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -