હાર્દિક પટેલે ઉદયપુર છોડ્યું, જાણો શું છે કારણ અને ક્યાં ગયો ?
હાઇકોર્ટની મંજૂરી મળતાં હાર્દિક ઉદયપુરથી મોટા કાફલા સાથે હરિદ્વાર જવા રવાના થઇ ગયો હતો. નોંધનીય છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓના કહેવા પ્રમાણે હાર્દિક પટેલ 18 જાન્યુઆરીના રોજ ગુજરાત આવશે. તે સમયે હાર્દિક છ મહિના સુધી ગુજરાત બહાર રહેવાના હાઇકોર્ટના આદેશ પૂર્ણ થઇ ગયો હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરમિયાન હાઇકોર્ટે હાર્દિક પટેલને ૧પ દિવસ માટે હરિદ્વાર જવા માટે મંજૂરી આપી દીધી હતી. જોકે હાર્દિક પટેલે બે મહિના હરિદ્વાર રહેવાની મંજૂરી માગી હતી પરંતુ હાઇકોર્ટે તેને ફક્ત 15 દિવસ સુધી રહેવાની મંજૂરી આપી હતી.
દરમિયાન હાર્દિકને ગુજરાત હાઇકોર્ટે શરતી જામીન પર મુક્ત કર્યો હતો. શરતો પ્રમાણે હાર્દિક પટેલને છ મહિના સુધી ગુજરાત બહાર રહેવાનો આદેશ અપાયો હતો. પરિણામે હાર્દિક રાજસ્થાનના ઉદયપુરમાં રહેતો હતો. શરતી જામીનના નિયમ મુજબ જો તે પોતાનું રહેણાક બદલવા માગતો હોય તો પણ તેણે હાઇકોર્ટની પરવાનગી લેવી પડે. અગાઉ તેણે હરિદ્વાર જવાની મંજૂરી માગી હતી.
કોર્ટના આદેશ અનુસાર, ઉદયપુર રહેતા હાર્દિક પટેલને હરિદ્વાર જવાની છૂટ અપાતાં તે ગુજરાતથી મોટી સંખ્યામાં આવેલા કાર્યકરો સાથે હરિદ્વાર રવાના થયો હતો. નોંધનીય છે કે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલાં તોફાનો અને રાજદ્રોહ મામલે પાસના નેતા હાર્દિક પટેલ સામે વિવિધ ગુના નોંધાયા હતા.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ છેલ્લા કેટલાક મહિનાઓથી રાજસ્થાનના ઉદયરપુરમાં રહેતા હતા. મળતી વિગતો અનુસાર, હાર્દિકે હવે ઉદયપુર પણ છોડી દીધુ છે અને તે હવે હરિદ્ધાર જવા રવાના થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -