આજે ભાયાવદરમાં હાર્દિકની સભા, પાટીદાર આંદોલનને ધમધમતું કરવા શું કરશે જાહેરાત
આ સભામાં મોટી સંખ્યા એકત્ર કરવા માટે પાસના નેતાઓ કામે લાગ્યા છે. સભાને સફળ બનાવવા ગામેગામ ખાટલા બેઠકો યોજાઇ રહી છે. રવિવારે હાર્દિક પટેલ ફરી ભાજપ સરકારને નિશાન બનાવી અનામતની લડાઇની શરૃઆત કરશે અને પાટીદારોને મેદાને ઉતારવા કોશિશ કરશે.
૨૦મી રવિવારે રાજકોટના ભાયાવદરમા સાંજે છ વાગે લાઇવ સભા યોજાશે જેમાં હાર્દિક પટેલ સંબોધન કરશે. પાટીદાર અનામત આંદોલન સમિતિએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સરકારના મંત્રી જયંતિ કવાડિયાએ રાજકીય દબાણ કરતાં સભા રદ કરવી પડી છે.
નોટબંધીએ ભાજપને રાહત અપાવી હતી કેમ કે, નવી નોટો મેળવવામાં લોકો એવા રચ્યાપચ્યા રહ્યા છે કે હાલમાં ભાજપ સરકાર સામે ચાલી રહેલું પાટીદાર આંદોલન સુસ્ત થઇ ગયું હતું. હવે ફરી અનામત આંદોલનના રવિવારથી મંડાણ શરૂ થઇ રહ્યાં છે. હાર્દિક પટેલ આ સભામાં પાટીદાર આંદોલનને ફરીથી કેવી રીતે આગળ લઇ જવું તેનો કાર્યક્રમ જાહેર કરે તેવી શક્યતા છે.
અમદાવાદઃહાલમાં સમગ્ર દેશમાં છુટ્ટા પૈસાને કારણે તમામ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નવી નોટોની બબાલ વચ્ચે ફરી એક વાર ગુજરાતમાં અનામતનું ભૂત ધૂણશે. મળતી વિગતો અનુસાર, ગુજરાતના ભાયાવદરમાં પાટીદારો અનામત આંદોલનને વેગવંતુ બનાવવા માટે એક સભાનું આયોજન કરશે. પાટીદાર નેતા હાર્દિક પટેલ થ્રી-ડે ટેકનોલોજીથી ઉદેપુરથી લાઇવ સભાને સંબોધશે.