હાર્દિક પટેલ સામે હવે ક્યાં નોંધાઈ પોલીસ ફરિયાદ? શું મૂકાયા આરોપ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Nov 2017 11:46 AM (IST)
1
તેમણે મંજૂરી વગર સભા યોજી જાહેરનામાનો ભંગ કર્યો છે. આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કર્યો છે અને પીએસઆઈ રાઠોડે તપાસ હાથ ધરી છે.
2
પ્રથમ ફરિયાદ મંડપ ડેકોરેશનના માલિક સામે અને બીજી ફરિયાદ પાસના આગેવાનો સામે નોધાઈ છે. તેમાં આરોપી તરીકે પાસના સ્થાનિક આગેવાન ધર્મેશ પટેલ, પાસના કન્વીનર હાર્દિક પટેલ, પ્રવક્તા અતુલ પટેલ, દિનેશ બાંભણિયા, દિલીપ પટેલ (મુખી) વિજય માંગુકીયા, ગોપાલ ઈટાલિયા તેમજ અન્ય ઈસમો 25 વાહનો લઈને આવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
3
ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના માણસામાં પાસ દ્વારા 18મીએ સાંજે મંજૂરી રદ કરાઈ છતાં હાર્દિક પટેલની જાહેર સભા યોજાઈ હતી. આથી જાહેરનામાના ભંગ બદલ માણસા મામલતદારે બે પોલીસ ફરિયાદ નોંધાવી છે.