✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિકનો આક્ષેપઃ પાટીદારો સામે 1400 કેસમાંથી 178 જ પાછા ખેંચાયા, બીજા શું કર્યા આક્ષેપ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Oct 2017 10:22 AM (IST)
હાર્દિકનો આક્ષેપઃ પાટીદારો સામે 1400 કેસમાંથી 178 જ પાછા ખેંચાયા, બીજા શું કર્યા આક્ષેપ?
1

તેણે કહ્યું હતું કે ગંભીર પ્રકારના કેસો છે તેવા કેસની વાત સરકારે કરવી જોઇએ તેના બદલે મામુલી કેસના નામે સરકાર ખોટો જશ ખાટવા નીકળી છે. પાસ અને સરકાર વચ્ચે તાજેતરમાં બેઠક મળી હતી, જેમાં સરકારે આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાની તૈયારી દર્શાવી હતી. બેઠકમાં અનામત અંગે કોઇ નિર્ણય નહીં લેવાતા પાટીદારોએ બેઠકમાં જ વિરોધ કર્યો હતો. સરકાર દ્વારા કુલ ર૩પ જેટલા કેસ પાછા ખેંચાયા છે.

2

ધાર્મિક માલવીયાએ જણાવ્યું હતું કે, જે કિસ્સામાં આઇપીસીની કલમ ૧૪૪ અને ૧૮૮ એટલે પો.કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરવાના ગુના હોય તેવા જ કેસ પાછા ખેંચવાની વાત છે. આવા કેસ રાજ્યમાં ૧૭૮ છે જ્યારે સુરતમાં ૧૮થી વધુ છે.

3

અમદાવાદઃ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ગઇ કાલે પાટીદાર અનામત આંદોલન દરમિયાન કરાયેલા કેસ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. જેને પાસે લોલીપોપ ગણાવી છે. પાસનું કહેવુ છે કે પાટીદારો સામે ૧૪૦૦ કેસ છે, જેમાંથી માત્ર ૧૭૮ કેસ પાછા ખેંચાશે. પાસના કન્વીનર હાર્દિક પટેલે કહ્યું હતું કે, કોઇ કેસ પાછા ખેંચાયા નથી.

4

હાર્દિકે જણાવ્યું હતું કે, સરકાર ચૂંટણીલક્ષી જાહેરાતો જ કરે છે. સરકારે સમાજ માટે યોગ્ય નિર્ણય લેવો જોઇએ. સરકાર પ્રચાર કરે છે પરંતુ અમલીકરણ કરતી નથી. સુરત પાસ કન્વીનર ધાર્મિક માલવીયાએ જણાવ્યું હતું કે, પાટીદારો સામે રાજ્યભરમાં ૧૪૦૦ ગુના નોંધાયા છે તેમાંથી ગણીને માત્ર ૧૭૮ જેટલા કેસ પાછા ખેંચવાની વાત છે જે કેસ જાહેરનામાના ભંગ બદલ કરાયા હોય તે છે.

  • હોમ
  • અમદાવાદ
  • હાર્દિકનો આક્ષેપઃ પાટીદારો સામે 1400 કેસમાંથી 178 જ પાછા ખેંચાયા, બીજા શું કર્યા આક્ષેપ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.