✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિક સોમવારથી ફરી શરૂ કરશે ઉપવાસ? ગ્રીનવુડ રિસોર્ટ પર કેવી છે તૈયારીઓ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Sep 2018 10:21 AM (IST)
1

હાર્દિક હોસ્પિટલમાં હતો તેનો ફાયદો ઉઠાવીને પાસની ટીમે ઉપવાસી છાવણીમાં આવતા સમર્થકોને નાસ્તા-પાણી કરાવવા માટેની વ્યવસ્થા કરી દીધી હતી. મોટી સંખ્યામાં ખાણી-પાણીનો મોટો જથ્થો છાવણીમાં લાવી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.

2

અમદાવાદ: પાસ કન્વીનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 16મો દિવસ છે. હાલ તે એસજીવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને તેની તબીયત સુધારા પર છે. ગુજરાતમાંથી અલગ-અલગ જગ્યાએ હાર્દિકને સમર્થન મળી રહ્યું છે. હાર્દિકને શરદ યાદવે ગઈ કાલે પાણી પીવડાવ્યું હતું.

3

હાર્દિક પટેલને કિડનીમાં તકલીફ હોવાનું જણાવી ડોક્ટર તેને વધુ સારવાર લેવું કહી રહ્યા છે. ત્યારે હાર્દિક ડિસ્ચાર્જ થવા માટે ડોક્ટરને કહ્યું હોવાનું સામે આવ્યું છે. જો કે, હાર્દિકનો રિપોર્ટ આવ્યા બાદ જ તેને ડિસ્ચાર્જ કરવો કે નહીં તે નક્કી કરવામાં આવશે.

4

સુત્રોના જણાવ્યા પ્રમાણે, હાર્દિક હોસ્પિટલમાં છે ત્યારે પાસે આ આંદોલનને મોટું કરવાનો ઈરાદો બનાવી લીધો હોય તેમ હાર્દિકના ગ્રીનવુડ રિસોર્ટમાં આવેલા છત્રપતિ નિવાસે તમામ તૈયારી કરી દેવામાં આવી છે જેમાં મંડપ મોટો કરવાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત હાર્દિક સોમવારથી ફરી ઉપવાસ પર બેસસે તેવું જાણવા મળી રહ્યું છે. આ તમામ ગતિવિધિઓને જોતાં ગ્રીનવુડ રિસોર્ટની બહાર પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.

5

પાસે તેની રણનીતિ અનુસાર જ હાર્દિક પટેલને હોસ્પિટલમાં મોકલ્યો હોય તેવી રીતે ઉપવાસી હાર્દિકની પહેલા સોલા સિવિલ અને ત્યાર બાદ એસજીવીપીમાં સારવાર કરવા ખસેડાયો હોઈ શકે છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલતી રહી અને ગ્રીનવુડમાં મોટો મંડપ બાંધીને તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેમાં સ્ટેજ અને મંડપને મોટો કરી દેવામાં આવ્યો છે.

  • હોમ
  • અમદાવાદ
  • હાર્દિક સોમવારથી ફરી શરૂ કરશે ઉપવાસ? ગ્રીનવુડ રિસોર્ટ પર કેવી છે તૈયારીઓ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.