'હાર્દિક પટેલની હત્યા થઈ શકે છે', IBએ આ ઈનપુટ આપતાં કેન્દ્ર સરકારે શું કર્યું ?
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ પાટીદાર આંદોલનને મહત્વનો ચહેરો છે. અગાઉ તેણે સુરક્ષા સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, સરકાર સુરક્ષા આપવાના બહાને મારી જાસૂસી કરવા માંગે છે.
એક રિપોર્ટ પ્રમાણે, વાય કેટેગરીની સુરક્ષામાં 24 કલાક 11 જવાનો તૈનાત હોય છે. જેમાં એક-બે કમાન્ડોનો સમાવેશ થાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરક્ષા એજન્સીઓએ હાર્દિકના જીવને ખતરા સંબંધી રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટમાં હાર્દિકને સુરક્ષા આપવાની વાત કરવામાં આવી હતી.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલને કેન્દ્ર સરકારે વાય કેટેગરીની વીઆઈપી સુરક્ષા ફાળવી છે. પાસના કન્વીનર હાર્દિક પટેલ પર હુમલો કે તેમની હત્યા થઇ શકે છે તેવા રિપોર્ટના આધારે વાય કેટેગરીની CISFની સુરક્ષા પૂરી પાડવાનો નિર્ણય સરકારે કર્યો છે. હાર્દિકે આ વાતને સમર્થન આપતા કહ્યું હતું કે, મારી હત્યા થઇ શકે છે તેવો આઇબીનો રિપોર્ટ છે તેથી મને રાઉન્ડ દ ક્લોક સુરક્ષા પૂરી પડાઈ છે. જેમાં ૧૧ જવાનનો બંદોબસ્ત અપાશે.
આ અંગે હાર્દિક પટેલે જણાવ્યું કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ છેલ્લા ત્રણ-ચાર દિવસથી સમજાવી રહ્યા હતા કે મારે વાય કેટેગરીની સુરક્ષા વ્યવસ્થાને સ્વીકારી લેવી. મને એવું કારણ આપવામાં આવ્યું છે કે, મારા જીવને જોખમ છે. તેથી અંતે મે આ સુરક્ષા વ્યવસ્થા સ્વીકારી છે.
આઈએસએફની એક વિશેષ વીઆઈપી સુરક્ષા શાખા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત જેવા અંદાજે 60 વીવીઆઇપી લોકોને આ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.આ કમાન્ડો 24 કલાક હાર્દિકની સાથે જ રહેશે.