ગુજરાત ભાજપની આ બેઠકની ટિકિટ માટે બે કિલો સોનું લેવાયું હોવાનો કરાયો આક્ષેપ, વાયરલ થયો વીડિયો, જાણો વિગતે
વિસનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમામ પક્ષો ગુજરાતના મતદારોને આકર્ષવા માટે બનતા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મહેસાણાની વિસનગર વિધાનસભા બેઠક પર ભાજપની ટિકિટ લેવા માટે એક દાવેદારે 2 કિલો સોનું લેવાયું હોવાનો આક્ષેપ કર્યો છે. આ પ્રકારના આક્ષેપ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોબાળો મચી ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બેઠકમાં હોબાળો થતો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમના પાસેથી ટિકિટ માટે 2 કિલો સોનું લેવામાં આવ્યું છે.
આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે એક ટિકિટ વાચ્છુંકે ભાજપની ટિકિટ લેવા માટે ભાજપના એક નેતાને 2 કિલો સોનું આપ્યું હતું. આ દાવા બાદ ભાજપમાં હોબાળો મચી ગયો છે. આ સમગ્ર ઘટના એક વીડિયોમાં જોવા મળી રહી છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
3 લોકોના નામની પેનલ તૈયાર કરવામાં આવી હતી. જેમાં ભાજપના વર્તમાન ધારાસભ્ય ઋષિકેશ પટેલની ટિકિટ કપાયા હોવાના અહેવાલ મળતાં જ તેમના સમર્થકોએ આ બેઠકમાં હોબાળો મચાવ્યો હતો.
કેન્દ્રીય મંત્રી પીપી ચૌધરી સમક્ષ યોજાયેલી બેઠકમાં આ સોનું લેવાયું હોવાની વાતનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ પ્રકારના આક્ષેપ સાથે વર્તમાન ધારાસભ્ય ઋષિકેશ પટેલના સમર્થકોએ બેઠકમાં હોબાળો મચાવ્યો હતો.
મહત્વપૂર્ણ છે કે બે કિલો સોનું લીધું હોવાના મામલે થયેલી બૂમાબૂમનો વીડિયો વાયરલ થયો છે. મહેસાણાની મહત્વની બેઠક વિસનગર માટે કુલ 33 લોકોએ ટિકિટ માંગી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -