હાર્દિકને કોર્ટે ક્યારે હાજર થવા કર્યો આદેશ? કહ્યું, 'હવે કોઇનું કોઈ જ બહાનું નહીં ચાલે'
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Aug 2018 10:03 AM (IST)
1
આ પછી કોર્ટે કહ્યું કે, 14 સપ્ટેમ્બરના રોજ તમામને હાજર રહેવું પડશે. કોઈના પણ બહાના ચલાવી લેવામાં આવશે નહીં.
2
જે બાદ સરકારી વકીલે તેમની દલીલમાં કહ્યું કે, જાણી જોઈને કોર્ટની ગરીમાને ડોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આરોપીઓએ કરગરવું પડે તેવી સ્થિતિ પ્રથમ વખત જોઈ છે. જ્યારે ચિરાગ અને દિનેશે કોર્ટમાં અરજી કરી તેમના વકીલ હાજર ન હોવાથી મુદત વધારવા રજૂઆત કરી હતી.
3
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે છઠ્ઠો દિવસ છે. દેશદ્રોહના કેસમાં આજે હાર્દિકે કોર્ટમાં હાજર થવાનું હતું, પરંતુ કોર્ટમાં તેના વકીલે રજુઆત કરી હતી કે, હાર્દિક અમરણાંત ઉપવાસ પર છે. તેની તબીયત ખરાબ છે માટે તે હાજર નહીં થહી શકે.