Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
હાર્દિક પટેલના ઉપવાસનો આજે છઠ્ઠો દિવસ, જાણો શું કરી જાહેરાત
બુધવારે હાર્દિક પટેલે હાઇકોર્ટમાં અરજી કરીને પોલીસ તેના ઘર પર દૂધ-શાકભાજી, કરિયાણા સહિતનો જીવન જરૂરી સામાન પણ અટકાવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. હાર્દિકે પોતાની અરજીમાં કહ્યું છે કે પોલીસ તેના ઘરે આવી રહેલા લોકોને પણ અટકાવી રહી છે. તેના ઘરે પાણી, દૂધ સહિતનો પુરવઠો પણ રોકી દેવામાં આવી રહ્યો છે. તેના ઘરે દરરોજ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હોવાથી તેમના ભોજનની વ્યવસ્થા માટે આ તમામ વસ્તુઓ જરૂરી છે. આ ઉપરાંત લોકોની સગવડતા માટે પોલીસ તેના ઘરે મંડપ પણ બાંધવા નથી દઈ રહી. હાર્દિકની આ અરજી પણ આજ રોજ હાઇકોર્ટમાં સુનાવણી થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક પટેલ સામે રાજદ્રોહના કેસમાં આજે સેશન્સ કોર્ટમાં ચાર્જફ્રેમ થશે. આ માટે આજે હાર્દિક પટેલે કોર્ટમાં હાજર રહેવું પડશે. જો હાર્દિક પટેલ કોર્ટમાં હાજર નહીં રહે તો તેની સામે ધરપકડ વોરંટ પણ નીકળી શકે છે.
ઉપવાસના પાંચમા દિવસે હાર્દિક ઊઠીને ચાલી પણ શકતો નથી અને માંડ માંડ બોલી શકતો હતો. હાર્દિક પટેલે ગઈકાલે સવારે ઉઠીને ચાલવા પ્રયત્ન કર્યો હતો પણ લથડી ગયો હતો. હાર્દિક પટેલે 25 ઓગસ્ટથી બપોરે 3 વાગ્યાથી ઉપવાસ શરૂ કર્યા છે અને ડોક્ટરે તેને પ્રવાહી ખોરાક લેવાની સલાહ આપી છે. જો કે હાર્દિક કશું લેતો નથી તેથી તેની તબિયત લથડવાની શરૂઆત થઈ છે. આ સંજોગોમાં તેણે આજે પાણી પણ નહીં લેવાની જાહેરાત કરી હોવાથી તબિયત વધારે ખરાબ થઈ શકે છે.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે છઠ્ઠો દિવસ છે. ઉપવાસના કારણે હાર્દિકની તબિયત લથડી છે અને હાર્દિક શારીરિક રીતે અશક્ત થયો છે. આજથી તેણે પાણી નહીં લેવાની જાહેરાત કરી છે. બુધવારે રાતે ફેસબુક લાઇવ દ્વારા તેણે આશરે 20 મિનિટ જેટલું સંબોધન કરીને આ જાહેરાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -