અમદાવાદનું પાટીદાર સંમેલન IBના રિપોર્ટને કારણે રદ થયું, IBના રિપોર્ટમાં ક્યાં 8 કારણો અપાયેલાં ? જાણો હાર્દિકનો દાવો
8 ગુજરાતમાંથી સ્વયંભૂ 712 બસો ક્રાંતિકારી સંમેલનમાં આવવાની હોવાથી.
7 અમરેલી, રાજકોટ, સુરત, મહેસાણા, પાટણ, મોરબી, મહીસાગર, વડોદરા, ભાવનગર, સાબરકાંઠા પોલીસ દ્વારા સૂચન હતું કે આ જિલ્લાઓમાંથી આશરે 50 હજારથી વધારે લોકો આવી રહ્યા છે.
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સોલા ઉમિયાધામ ખાતે યોજાનારા ક્રાંતિકારી સંમેલનની મંજૂરી ન આપવા પાછળ હાર્દિકે ભાજપની દાદાગીરીને જવાબદાર ગણાવી હતી. પાસે આ સંમેલન રદ્દ થયાની જાહેરાત કરી હતી. હાર્દિકે પોતાના ફેસબુક પેજ પર આ અંગે ભાજપ પર પ્રહારો કર્યા હતા.
1 IB રિપોર્ટ પ્રમાણે 1.20 લાખ પાટીદારો ઉમટી પડવાના હતા.
2 આંદોલનકારી અને ધાર્મિક સંસ્થા વચ્ચે વાટાધાટોથી ભાજપ ચિંતિત હતું.
3 પાટીદાર ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ કરવાના હતા, જો કાર્યક્રમ યોજાય તો ધારાસભ્યોમાં ઉત્સાહ આવે.
4 હાર્દિક પટેલની લોકપ્રિયતા વધી રહી છે, જેને લઈને હાર્દિક પટેલને હળવાશથી લઈ ન શકાય
5 વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક કિંગમેકર સાબિત ન થઈ શકે
6 હાર્દિક પટેલ અને પાસ દ્વારા જબરજસ્ત પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
આઈબી રિપોર્ટને ટાંકતા હાર્દિકે જણાવ્યું કે આ સંમેલનમાં એક લાખથી વધુ પાટીદારો ઉમટવાના હોય ભાજપ ડરી ગયું હતું. જેથી તેણે ઉમિયાધામના ટ્રસ્ટીઓ પર દબાણ લાવી મંજૂરી રદ્દ કરાવી હતી. હાર્દિકે આ અંગે કેટલાક કારણો રજૂ કર્યા હતા.