✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

25 ઓગસ્ટના આમરણાંત ઉપવાસ પહેલાં 19મીએ હાર્દિક નિકોલમાં ક્યાં બેસીને કરશે ઉપવાસ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Aug 2018 10:06 AM (IST)
1

હાર્દિક પટેલે જાહેર કરેલ 13 દિવસના કાર્યક્રમમાં 13 દિવસ દરમિયાન જુદા જુદા જુલ્લા-તાલુકામાંથી પાટીદાર આગેવાનો ઉપવાસમાં જોડાશે. આ ઉપવાસમાં જુદા જુદા તાલુકા-જિલ્લાના 137 વિસ્તારોમાંથી અનેક લોકો જોડાશે. ગુજરાત જ નહીં દેશના અન્ય છ રાજ્યો હરિયાણા, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, છત્તિસગઢ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશના લોકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.

2

અમદાવાદઃ હાર્દિક પટેલે 25 ઓગસ્ટથી આમણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે. જેના માટે હાર્દિક પટેલે 13 દિવસનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ઉપવાસ માટે હાર્દિક નિકોલ પાસેનું મેદાન માંગ્યું હતું જેની હજુ સુધી મંજૂરી મળી નછી. જોકે મંજૂરી ન મળવા છતાં હાર્દિકે કર્યું છે કે, ઉપવાસ તો નિકોલમાં જ થશે. તેમજ હાર્દિકે અપીલ કરી છે કે, 19 ઓગસ્ટના રોજ ગાડી પર બેસીને પ્રતિક ઉપવાસ કરશે.

3

હાર્દિક પટેલે અપીલ કરી છે કે ઉપવાસ આંદોલનના સ્થળે 19 ઓગસ્ટના રોજ સવારના 11 વાગ્યે નિકોલ ખાતે એક દિવસીય પ્રતિક ઉપસાસના પ્રથમ કાર્યક્રમમાં સૌ કોઈ ગાડી અથવા બાઈક લઈને હાજર રહે. તેમણે કહ્યું કે, સત્યની લડાઈમાં સાથ આપવા વિનંતિ છે, આપણી હાજરી લડાઈને મજબૂત બનાવશે. ગાડી પર બેસીને ઉપવાસ કરીશું.

  • હોમ
  • અમદાવાદ
  • 25 ઓગસ્ટના આમરણાંત ઉપવાસ પહેલાં 19મીએ હાર્દિક નિકોલમાં ક્યાં બેસીને કરશે ઉપવાસ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.