હાર્દિક કેટલા વાગ્યે ઉપવાસ શરૂ કરશે? પોલીસ તેને કેટલા વાગ્યે ઉઠાવીને અટકાયત કરશે? જાણો વિગત
હાર્દિક પટેલે 19ઓગસ્ટના રોજ એક દિવસના પ્રતીક ઉપવાસની જાહેરાત કરી હતી પણ ઉપવાસ કરે તે પહેલાં તેની અટક કરી લેવાઇ હતી. આજના ઉપવાસ માટે પણ પોલીસની મંજૂરી મળી શકી નથી જેથી આજે પણ ઉપવાસ પહેલાં એટલે કે બપોરે બે વાગ્યે તેની અટકાયત કરવામાં આવે તેવી શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક પટેલ દ્વારા આમરણાંત ઉપવાસની જાહેરાત કરવામાં આવી હતી અને પહેલાં નિકોલમાં મેદાનની માગમી કરવામાં આવી હતી પણ આ માગણી નકારવામાં આવી. તે પછી ઉપવાસ કરવા માટે ગાંધીનગરમાં આવેલા સત્યાગ્રહ છાવણીના મેદાનની માગ કરાઈ હતી. જોકે તંત્ર દ્વારા ઉપવાસ માટે મંજૂરી આપવામાં આવી નથી.
હાર્દિકે કરેલી જાહેરાત પ્રમાણે તે હવે વૈષ્ણોદેવી ગ્રીનવૂડસ પાસે આવેલા પોતાના છત્રપતિ નિવાસમાં ઉપવાસ કરશે. જો કે આ ઉપવાસ ક્યારથી શરૂ થશે તે અંગે ગૂંચવાડો છે ત્યારે પાસ દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, હાર્દિક પટેલ પોતાના સાથીઓ સાથે બપોરે ત્રણ વાગ્યે આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવશે.
અમદાવાદઃ ગુજરાતના પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવાં માફીને લઇ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલે 25 ઓગસ્ટ ને શનિવારથી આમરણાંત ઉપવાસની જાહેરાત કરી છે. આ ઉપવાસને પોલીસે મંજૂરી આપી નથી તેથી હાર્દિક પટેલે પોતાના ઘરે ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો છે.
તંત્ર દ્વારા મંજૂરી ના મળી તેના કારણે હાર્દિક પટેલે પોતાના નિવાસસ્થાને જ ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. જો કે પોલીસે હાર્દિક પટેલના નિવાસ સ્થાને વોચ ગોઠવી છે. હાર્દિક પટેલ આજે ઉપવાસ કરે તે પહેલાં જ તેની ધરપકડ કરાય તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -