આજથી હાર્દિક પટેલ શરૂ કરશે ઉપવાસ, અમદાવાદના ક્યા-ક્યા વિસ્તારો પોલીસ છાવણીમાં ફેરવાયા, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિકે જણાવ્યું હતું કે, અમને ખબર જ હતી કે સરકાર ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસને મંજૂરી આપવાની નથી. ફોર્માલિટી ખાતર જ અમે અરજી કરી હતી. જોકે મારા નિવાસ સ્થાનેથી હું શનિવારે બપોરે ત્રણ વાગ્યાથી ઉપવાસ પર ઊતરીશ. જો સરકાર મને જેલમાં પૂરી દેશે તો જેલમાં રહીને ઉપવાસ ચાલુ રાખીશ.
આ સિવાય સોશિયલ મીડિયામાં હાર્દિકના ઉપવાસને પગલે કોઈ ખોટા મેસેજનો ફેલાવો ન થાય તે માટે સાયબર ક્રાઈમ સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ભૂતકાળમાં પણ પોલીસે પાટીદાર આંદોલનો વખતે ઈન્ટરનેટ બંધ સુધીના પગલાં ભર્યા છે.
હાર્દિક પટેલના ઉપવાસને પગલે પોલીસ કાફલો ખડકી દેવાયો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સ્થાનિક પોલીસ સાથે SRPની ત્રણ ટુકડી ખડે પગે કરી દેવાઈ છે. આ સાથે 3 DCP, 8 ACP, 35 PI, 200 PSI અને 3000 પોલીસ જવાનો સુરક્ષા માટે તહેનાત કરી દેવમાં આવ્યા છે.
હાર્દિકના ઉપવાસને લઈને પોલીસ હરકતમાં આવી ગઈ છે. હાર્દિકના ઘર બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે. અમદાવાદમાં આવતા તમામ વાહનોનું પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાર્દિકનું ઘર પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. આ સિવાય પાટીદાર ગઢ ગણાતા પૂર્વના વિસ્તારો અને બાપુનગર, ઓઢવ, નિકોલ સહિત અનેક વિસ્તારોમાં પોલીસનો મોટો ખડકલો કરી દેવાયો છે.
અમદાવાદ: પાસ કન્વીનર હાર્દિક પટેલના આજથી એટલે 25મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ તેના ઘરેથી ચાલુ કરશે. હાર્દિક પટેલ ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણ દેવુ અને પાટીદાર સમાજને અનામત મળે તેવી મુખ્ય માંગણીઓ સાથે હાર્દિક આજથી આમરણાંત ઉપવાસ પર ઉતરી રહ્યો છે. હાર્દિક આજે બપોરે 3 વાગ્યાથી આમરણાંત ઉપવાસ શરૂ કરશે. આ સાથે અમુક જિલ્લાઓમાં 144 લાગુ કરી દેવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -