મોદીના બ્રિટન પ્રવાસ પર હાર્દિકે લીધી મોજ, કહ્યું-મોદીજી માલ્યા, નીરવ મોદીને લઈને આવશે
નોંધનિય છે કે વિજય માલ્યા અનેક બેંકોના 9 હજાર કરોડ રૂપિયા લઈ ફરાર થઈ ગયો છે અને લંડનમાં જલસા કરી રહ્યો છે. બીજી તરફ નીરવ મોદી અને મેહુલ ચોક્સી પણ પંજાબ નેશનલ બેંકનું 11 હજાર કરોડ કરતા વધારેનું ફુલેકુ ફેરવીને લંડન ભાગી ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી લંડના પ્રવાસ પર હતા. તેને લઈને હાર્દિક પટેલે કટાક્ષ કર્યો હતો. પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે ટવીટ કરીને લખ્યું છે કે ભારત માટે આજનો દિવસ ખુબ મહત્વ ધરાવે છે પ્રધાનમંત્રી મોદી લંડનમાં, નિરવ મોદી પણ લંડનમાં, લલીત મોદી લંડનમાં, વિજય માલ્યા લંડનમાં, મેહુલ ચોકસી પણ લંડનમાં છે. મોદીજી આ બધાને સાથે લઇ ભારત આવો. હાર્દિક પટેલનું આ ટ્વિટ સોશ્યલ મીડિયામાં અત્યાર સુધીમાં 11 હજાર લાઇક, 3400 રીટવીટ થયેલ છે. આ મેસેજ ભારે વાયરલ થઇ રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -