દિલ્લી- મુંબઇ વચ્ચેના ટ્રાયલ રનમાં ત્રણ કલાક મોડી રહી ટેલ્ગો ટ્રેન, જુઓ અંદરની તસવીરો
ટીવીની સુવિધા
તમામ પ્રકારના નાસ્તા અને ડ્રિન્ક્સની સુવિધાઓ
તમામ અધતન સુવિધાઓ સાથે સજ્જ છે ટેલ્ગો
મુંબઇઃ સ્પેનિશ ટેલ્ગો ટ્રેનના દિલ્હી- મુંબઇ ટ્રાયલ રનને વરસાદી વિઘ્ન નડતાં નિયત સમય કરતાં ટ્રેન ત્રણ કલાક મોડી પહોંચી હતી. ટ્રેન દિલ્લીથી 7 વાગ્યાને 55 મિનિટ પર ઉપડી હતી જે આજે મુંબઇ મોડી સાંજે 11 વાગ્યાને 40 મિનિટ પર પહોંચી હતી. સ્પેનિશ ટેલ્ગો ટ્રેન દ્વારા આજે ભારતીય એન્જિન દ્વારા 9 ડબ્બા સાથે ટ્રાયલ રન આપ્યો હતો. રાજધાની ટ્રેનના રૂટ પર રતલામ, ગોધરા, વડોદરા, સુરત અને વાપી થઇ મુંબઇ પહોંચી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, ભારે વરસાદને કારણે ટ્રેન મોડી પડી હતી.
પ્લેનમાં હોય તેવો વોશરૂમ
શરૂઆતમાં એવી આશા રાખવામાં આવી હતી કે હાઇસ્પિડ ટ્રેન 1,384 કિલોમીટરની મુસાફરી 12 કલાક અને 35 મિનિટમાં પૂર્ણ કરશે પણ વરસાદને કારણે ત્રણ કલાક લેટ રહી હતી. મુસાફરી દરમિયાન ટ્રેન 130-135 પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી હતી. અહીં ટેલ્ગોની અન્ય સુવિધાઓની માહિતી આપવામાં આવી હતી.