ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, ક્યાં પડી શકે છે ભારે વરસાદ, જાણો વિગત
સુરત જિલ્લામાં આજે છૂટાછવાયો વરસાદ નોંધાયો હતો. ઓલપાડ તાલુકામાં સવા ઈંચ તેમજ માંગરોળમાં 10 મિ.મી., કામરેજમાં પાંચ અને સુરત શહેરમાં બે મિ.મી. વરસાદ નોંધાયો હતો. ઓલપાડ પંથકમાં ડાંગરના ધરુવાડિયા તૈયાર હોય વાવણીલાયક વરસાદ પડ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆદિવાસી ડાંગ જિલ્લામાં વઘઈ ખાતે ગઈકાલથી શરૂ થયેલો વરસાદ આજે પણ સવાર સુધી ચાલુ રહેતાં ગઈકાલે ચાર ઈંચ અને આજે દિવસ દરમિયાન વધુ બે ઈંચ વરસાદ નોંધાયો હતો. જયારે સુબીર અને કાલીબેલ વિસ્તારમાં પણ વરસાદ બપોર સુધી યથાવત્ રહ્યો હતો.
ઉમરગામમાં ગઈકાલે ચાર વાગ્યાથી ભારે વીજળીના કડાકા અને ભડાકા સાથે તૂટી પડેલો વરસાદ બપોર સુધીમાં 6 ઈંચથી વધુ પડયો હતો. પારડીમાં 5 ઈંચ, વલસાડ સિટીમાં 72 મિ.મી., ધરમપુરામાં 1 ઈંચ, કપરાડામાં 18 મિ.મી. વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત દાહોદમાં એક રાત્રિમાં 77 એમ એમ, દેવગઢ બારિયામાં 60 એમ એમ, લીમખેડામાં 42 એમ એમ વરસાદ પડ્યો હતો. તેમજ પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. ગોધરા, કાલોલ, હાલોલમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે આણંદ, વડોદરા, ખેડા, નડિયાદ વગેરે જગ્યાએ પણ પહેલો જ વરસાદ વાવણી લાયક પડી જતા ખેડૂતોમાં ખૂશીની લહેર છવાઈ હતી.
રાજકોટના વાંકાનેરમાં પણ વીજળી પડતા 2ના મોત થયા છે. અગાભી પીપળીયા ગામે વીજળી પડતા પડતા ગામના જ 2 કિશોરના મોત થયા હતા. વિશ્વરાજસિંહ જાડેજા અને પુષ્પરાજસિંહ જાડેજા નામના બંને કિશોર ગામની સીમમાં બેઠા હતા ત્યારે તેમના પર વીજળી પડી હતી. બંને ધોરણ-12માં અભ્યાસ કરતા હતા.
સૌરાષ્ટ્રના અમરેલી, આટકોટમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે રાજકોટ શહેર, સાવરકુંડલા, અમરેલી જિલ્લાના ગ્રામ્યવિસ્તાર અને ચોટીલા તેમજ ઊના અને ગ્રામ્યવિસ્તારમાં ઝાપટાં પડયા હતા.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી ચાર દિવસમાં ચોમાસું સક્રિય રીતે આગળ વધશે અને 26મી સુધીમાં સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડશે. હાલમાં ઉત્તર કોંકણથી દક્ષિણ ગુજરાત સુધીના વિસ્તારમાં એક સાઈક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થઈ ગયું છે. તેમજ કેરળથી દક્ષિણ ગુજરાતના સમુદ્ર તટમાં પણ ઓફશોરની સ્થિતિ છવાયેલી જોવા મળી છે. આ બંને સિસ્ટમ ચોમાસાને આગળ વધવા માટે મદદરૂપ થશે. 27મીએ સુરત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદઃ નૈઋત્યનાં ચોમાસાનું વલસાડ જિલ્લાથી ગુજરાતમાં શનિવારે આગમન થયું છે. સિઝનના આરંભમાં જિલ્લાના ઉમરગામ તાલુકામાં 8 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ડાંગ અને સુરત જિલ્લામાં પણ વરસાદે હાજરી પુરાવી 1થી 2 ઇંચ સુધી ખાબક્યો હતો. આ સાથે જ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદ પડતા ખેડૂતો સહિત લોકોમાં ગરમીથી છૂટકારો મળતા આનંદ વ્યાપ્યો ગઈ ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -